ભાસ્કર વિશેષ:કુકડની નર્મદા વિસ્થાપિતોની વસાહતમાં આદિવાસી સંમેલન

ડભોઇ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડભોઇની કુકડ ગામની નર્મદા વિસ્થાપિતો ની વસાહત માં સમસ્ત આદિવાસી સમાજ ની એકતા,સંગઠન અને જાગૃતિ માટે બિનરાજકીય સંમેલન યોજાયું હતું. - Divya Bhaskar
ડભોઇની કુકડ ગામની નર્મદા વિસ્થાપિતો ની વસાહત માં સમસ્ત આદિવાસી સમાજ ની એકતા,સંગઠન અને જાગૃતિ માટે બિનરાજકીય સંમેલન યોજાયું હતું.
  • આદિવાસી સમાજના વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરાઈ

ડભોઇ તાલુકાના કુકડ ગામની નર્મદા વિસ્થાપિતોની વસાહતમા સમસ્ત આદિવાસી સમાજના લોકોમા જગૃતિ આણવા, આદિવાસી સમાજના હક અધિકારથી વાકેફ કરવા, સમાજને સંગઠીત રાખવા, પરંપરા અને સસ્કૃતિનુ જતન કરવા, જળ, જંગલ જમીનની આદિવાસી સમાજની માલીકી બાબતે સમજ આપવા સહીત અનેક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવા સમસ્ત આદિવાસી સમાજનુ મહાસંમેલન યોજાયુ હતુ. જેમા મોટી સંખ્યામા મહિલાઓ સહીત આદિવાસી વિસ્થાપિતો ઉપસ્થિત રહ્યા હતા.

વડોદરા જિલ્લાના સમસ્ત આદિવાસી સમાજ અને નર્મદા વિસ્થાપિતોમા જનજાગૃતિ આણવાના આશય સાથે બિનરાજકીય મહાસંમેલન યોજાયુ હતુ. જેમા આદિવાસી સમાજના હકડેઠેઠ જનમેદનીમા ઉપસ્થિત લોકોને સમાજના અગ્રણીઓ દ્વારા આદિવાસી સમાજની એકતા, પરંપરા, સંસ્કૃતિ અને કાયદાઓ વિશે વિસ્તૃત સમજ અપાઇ હતી.

કુકડ ગામની નર્મદા વિસ્થાપિતોની વસાહતમા યોજાયેલા સમસ્ત આદિવાસી મહાસમેલનના મંચ પર એકપણ અગ્રણી કે રાજકીય વ્યક્તિ ઉપસ્થિત રહ્યો ના હતો. પરંતુ મંચપર માત્રને માત્ર આદિવાસી સમાજના બાબા પિઠોરા દેવ તેમજ વડવાઓ જેમા જયપાલસિહ મુંડા, બિરસા મુંડા અને દેશના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની છબી બિરાજમાન કરી દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શરુઆત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...