તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્ર એક્શનમાં:ડભોઇમાં પંચાયતના 146 અને પાલિકાના 47 બૂથ પર પ્રિસાઇડિંગ ઓફિસરોની તાલીમ શરૂ

ડભોઈએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ડભોઇમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની યોજાનારી ચૂંટણીને લઇ ચૂંટણી ફરજ પર જનારા કર્મચારીઓના શુક્રવારથી તાલીમ વર્ગ શરૂ થયા છે. - Divya Bhaskar
ડભોઇમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની યોજાનારી ચૂંટણીને લઇ ચૂંટણી ફરજ પર જનારા કર્મચારીઓના શુક્રવારથી તાલીમ વર્ગ શરૂ થયા છે.
 • 28મી ફેબ્રુઆરીએ યોજાનારી જિલ્લા, તાલુકા પં.ની ચૂંટણીને લઇ તંત્ર એક્શનમાં

આગામી 28 ફેબ્રુઆરીએ યોજાનારી સ્વાયત્ત સંસ્થાઓની ચૂંટણીઓને લઇ ડભોઇમાં ચૂંટણી ફરજ પરના કર્મીઓની તાલીમનો શુક્રવારથી પ્રારંભ કરાયો હતો. પ્રથમ તબક્કે પ્રિસાઇડિંગ ઓફિસર તેમજ આસિ. સેટિંગ ઓફિસર માટે તાલીમ વર્ગના શ્રીગણેશ થયા હતા.

સમગ્ર ગુજરાતમાં મહાનગર પાલિકાઓ નગરપાલિકાઓ જિલ્લા-તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે. ત્યારે 23મીએ મહાનગરપાલિકાઓ તેમજ 28મીએ નગરપાલિકાઓ, તા.પંચાયત અને જિ.પંચાયતની ચૂંટણીઓ યોજાનાર છે. ત્યારે તંત્ર દ્વારા તેની તૈયારીઓના શ્રીગણેશ કરી દેવાયા છે. ડભોઇ તાલુકાની વાત કરીએ તો શુક્રવારે પ્રથમ તબક્કે કોલેજ કેમ્પસ ખાતે જ તાલુકા જિ.પંચા.ના 146 બૂથ તેમજ પાલિકાના 47 બૂથ પર પ્રિસાઇડિંગ ઓફિસર તેમજ આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરની તાલીમ સવારે 9થી 11 અને બપોરે 2થી 4માં બે તબક્કામાં તાલીમનું આયોજન કરાયું છે.

જેમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની પ્રોજેક્ટર પર પ્રેક્ટીકલી તાલીમ સાથે સંચાલનની પ્રક્રિયા, ચૂંટણીના પૂર્વ દિવસની તૈયારી, ચૂંટણીની સવારે પ્રથમ મોકપોલ કરવું, ઇવીએમ સીલીંગ કરવું, ચૂંટણીને લગતા તમામ દસ્તાવેજો કઈ રીતે તૈયાર કરવા એેની તાલીમ અપાઇ રહી છે. પ્રથમ તબક્કે 360 ફાઈટિંગ અને આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ તા.જિ.પંચા. માટે અને પાલિકાના 47 બૂથ માટે 94 તાલીમાર્થીઓને શુક્રવારથી તાલીમ આપવાના શ્રીગણેશ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો