તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોષ:ડભોઇના વ્હોરવાડમાં ઉભરતી ડ્રેનેજથી દુર્ગંધ ફેલાતાં વિસ્તારના લોકો ત્રાહિમામ

ડભોઇ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડભોઈમાં ઉભરાતી ગટરોથી ફેલાયેલી પારાવાર ગંદકી. - Divya Bhaskar
ડભોઈમાં ઉભરાતી ગટરોથી ફેલાયેલી પારાવાર ગંદકી.
  • વારંવારની ફરિયાદો છતાં પાલિકા દ્વારા સમસ્યાનું નિરાકરણ લવાતું નથી
  • પીવાના પાણીમાં દૂષિત પાણી ભળી જતું હોવાથી કોલેરા ફાટી નીકળવાની ભીતિ

ડભોઇ પાલિકાના વોર્ડ નંબર-4મા આવેલા વ્હોરવાડ વિસ્તારમાં પાછલા 10 દિવસથી ડ્રેનેજ લાઇનના મેઈન ચેમ્બરમાંથી ઉભરાતા માથાફાટ દુર્ગંધ યુક્ત ડ્રેનેજના પાણીના રેલાઓથી વિસ્તારના રહીશોનુ ઘરમા રહેવુ દુષ્કર બની જવા પામ્યુ છે. ડભોઇ નગર પાલુકામાં વોર્ડ-4માંથી કોંગ્રેસની પેનલ ચુંટાઇને આવી છે. ચૂંટણીને 5 માસ જેટલો સમય વિતવા છતા ચુંટાયેલા કોંગ્રેસના પ્રતિનિધીઓ વિસ્તારના લોકોની સમસ્યાઓથી જ અજાણ છે.

ચુંટાયા બાદ વિસ્તારના કોર્પોરેટરોએ લોકોની સમસ્યાઓનુ સમાધાન લાવવાને બદલે લોકોથી દુર થઈ જતા મુસ્લિમ વિસ્તારોમા કોંગ્રેસના કોર્પોરેટરો સામે જ રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ નગર પલિકામાં ભાજપાના 21 અને 1 અપક્ષ સહીત 22 સભ્યોની બહુમતિ સાથે સુશાસનના સોગંધવિધિ કરી વહીવટની સત્તા પર બિરાજેલા ભાજપાના સત્તાધીશો દ્વારા પણ નગરમાં ખદબદતી પારાવાર ગંદકીનું કોઇ નિરાકરણ લવાયુ નથી.

ઉભરાતી ડ્રેનેજની સમસ્યા માત્ર 24 કલાકમા દુર થવી જોઇએ. તેની જગ્યાએ દિવસોના દિવસો વીતી જવા છતા નિરાકરણ આવતુ ન હોઇ નગરજનોને વહીવટી બોર્ડ તેમજ વિસ્તારમાંથી ચુંટાયેલા સદસ્યો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે પાલિકાના સત્તાધીશો ઉભરાતી ગટરોની પારાવાર ગંદકીનુ વહેલી તકે નિરાકરણ લાવે તે જરુરી બન્યુ છે.

અન્ય સમાચારો પણ છે...