તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:અંગુઠણની નિ:સંતાન પરિણીતાને પતિ અને સાસરિયાઓ દ્વારા ત્રાસ

ડભોઇ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખોટો વહેમ રાખી પતિ દ્વારા ત્રાસ અપાતો હતો
  • સાસરિયાઓ વિરુદ્ધ સ્ત્રી અત્યાચારની ફરિયાદ નોંધાઈ

ડભોઇના અંગુઠણ ગામની યુવતીના લગ્ન 2013ના વર્ષમાં ભરુચ ખાતે રહેતા યુવાન સાથે જ્ઞાતિના રીતરીવાજ મુજબ થયા હતા. સંયુક્ત કુટુંબના સાસરીયામા રહેતી પરિણીતાને લગ્નના શરુઆતના છ એક માસ સુધી સારુ રાખી બાદમા સાસુ, સસરા, પતિ, જેઠ, નણંદ દ્વારા શારીરીક, માનસિક ત્રાસ આપવાનો શરૂ કર્યું હતું. પતિએ ખોટો વહેમ રાખી પિયર પણ ન જવા દઈ પ્રતિબંધ લગાવી દીધો હતો. એટલુ જ નહી 8 વર્ષના લગ્નગાળા દરમ્યાન સંતાન ન થતા મહેણાટોણા મારી ત્રાસ આપવાનુ પણ બાકી ન રાખતા થાકીને હારેલી પરીણીતાએ સાસરીયાઓ વિરુદ્ધ સ્ત્રી અત્યાચારની ફરીયાદ આપી હતી.

ડભોઇ પોલીસમાંથી મળતી માહીતી મુજબ ફરીયાદી હેમુબેન નરેશકુમાર સોલંકી રહે. અંગુઠણ તા.ડભોઇ જિ. વડોદરાની ફરીયાદમા જણાવ્યા મુજબ તેઓના લગ્ન જ્ઞાતિના રીત રીવાજ મુજબ ભારતીય રો હાઉસ નારાયણ વિધાલયની પાછળ, ભરૂચ મુકામે રહેતા નરેશકુમાર જયંતિભાઇ સોલંકી સાથે થયા હતા. પતિ નરેશકુમાર, સસરા જયંતિભાઇ તેમજ સાસુ પ્રવિણાબેન સોલંકી સાથે પરિણીતા હેમુબેન સોલંકી સંયુક્ત કુટુંબમા રહેતી હતી. પતિ ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. જ્યારે સસરા નિવૃત્તિનુ જીવન જીવતા હોવાથી લગ્નના શરુઆતના છ એક માસ જેટલા સમય સુધી સારુ રાખ્યુ હતુ.

ત્યારબાદ ખોટો વ્હેમ રાખી પતિ દ્વારા ત્રાસ ગુજારી પિયર આવવા જવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જ્યારે જેઠ સુરત ખાતે નોકરી કરતો હતો. તેમજ તેની પત્નિ સાથે સુરત મુકામે જ રહેતો હતો. તેમજ નણંદના પણ લગ્ન થઈ ગયેલ હોઇ તે પણ તેની સાસરી ખાતે રહેતી હતી. પણ અવાર નવાર ભેગા થઈ પરિણીતાને પતિ ત્રાસ આપતો અને પરીવારના લોકો તેને ચઢમણી કરી મદદરૂપ થતા હોવાનુ ફરીયાદમાં જણાવ્યુ હતુ.

એટલુજ નહી 8 વર્ષના લગ્ન જીવન થકી સંતાન સુખ પ્રાપ્ત ન થતા તેના મહેણા મારી છેલ્લા 10 માસ જેટલા સમયથી પતિ દ્વારા પિયરવાટ પકડાવી દેતા આખરે થાકેલી પરીણીતાએ ડભોઇ પોલીસમા સાસરીયાઓ સામે મારઝુડ અને સ્ત્રી અત્યાચારની ફરીયાદ આપતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...