ઉત્તરાયણ પર્વની બે દિવસ એક તરફ પતંગોની ઉડાન તો બીજી તરફ બારેમાસ આસમાનમાં ઉડતા નિર્દોષ પક્ષીઓની ઉડાનમાં પતંગના દોરથી અનેક પક્ષીઓ ઝખમી થતાં પક્ષીઓનું રક્ષણ કરવા સરકારના કરુણા અભિયાન 2023 અંતર્ગત ડભોઇ નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવકો દ્વારા ત્રી દિવસીય કેમ્પ રાખી પક્ષી બચાવ કેન્દ્ર ખુલ્લું મુકવામાં આવ્યું છે. જેનું આજે વન વિભાગ આર.એફ.ઓ કલ્યાણી બેન ચૌધરી દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
ડભોઇ ખાતે વનવિભાગ કચેરી ખાતે નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવકો વૈભવ પટેલ, આકાશ વસાવા, રોનક રાવલ, મિહિર વસાવા, નિમેષ વસાવા, કેતન ચાવડા દ્વારા પક્ષીબચાવ કેન્દ્ર વન વિભાગના સાહિયોગ અને માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવ્યું છે. આ કેન્દ્ર 3 દિવસ ખુલ્લુ રહેશે. જ્યારે આ પ્રસંગે વન વિભાગના વી.આર. સોલંકી. તેમજ જીતેન્દ્ર બારોટ ફોરેસ્ટર હાજર રહ્યા હતા. આ પ્રસંગે ડભોઇમાં કે આસપાસ કોઈ પણ પક્ષી દોરીથી કે અન્ય રિતે ઇજાગ્રસ્ત જોવા મળે તો નગરજનોને હેલ્પલાઇન નંબર 7069968851 પર સંપર્ક કરવા માહિતી આપવા આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.