દુર્દશા:સુવિધાસજ્જ ગણાતા ડભોઇ તાલુકા સેવા સદનમાં જ લોકો માટે પીવાનું પાણી નથી!

ડભોઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડભોઇ તાલુકા સેવા સદનના મેન્ટેનન્સના અભાવે કટાઇ ગયેલા ઘસાઈ ગયેલા કુલરો જોઇ શકાય છે. તેમજ બહારથી પાણીના જગ મંગાવાતા હોઇ તે ઉતારતા કર્મચારીઓ નજરે પડે છે. - Divya Bhaskar
ડભોઇ તાલુકા સેવા સદનના મેન્ટેનન્સના અભાવે કટાઇ ગયેલા ઘસાઈ ગયેલા કુલરો જોઇ શકાય છે. તેમજ બહારથી પાણીના જગ મંગાવાતા હોઇ તે ઉતારતા કર્મચારીઓ નજરે પડે છે.
  • સમારકામના અભાવે કેટલાય કુલરો કટાઈ ગયા અને ગાયબ થઇ ગયા
  • સરકારી કચેરીઓને​​​​​​​ પણ પાણીના જગ બહારથી મગાવવાનો વારો આવ્યો છે

સુવિધા સજ્જ ડભોઇ તાલુકા સેવા સદનમાં પીવાના પાણીની સુવિધા રહી નથી. જે તે સમયે આરો સિસ્ટમ વાળા કુલરો મૂકવામાં આવ્યા હતા પરંતુ સમારકામના અભાવે કંઈ કેટલાય કુલરો કટાઈ ગયા અને ગાયબ પણ થઇ ચૂક્યા છે.2011માં તૈયાર કરાયેલા સેવા સદનનું લોકાર્પણ જે તે સમયના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્ટેટને લગતી તમામ કચેરીઓમાં પ્રાંત, મામલતદાર, સીટી સર્વે, પુરવઠા, ટ્રેઝરી,આઈબી, પોલીસ ડિવિઝન, સહિતની કચેરીઓ ત્યાં આવેલી છે.

પ્રાંત કચેરીને લઈ વાઘોડિયા, શિનોર જેવા આજુબાજુના તાલુકા તેમજ ડભોઇ તાલુકાના 118 ગામડાંની પ્રજા સેંકડોની સંખ્યામાં પોતાના કામકાજ અર્થે આવતી હોય છે. કલાકો સુધી રોકાવું પડતું હોય તો નાગરિકોને પીવાના પાણીના મોટા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. હાલ તો જો કે શિયાળાની મોસમ ચાલે છે પરંતુ ઉનાળા જેવી ઋતુમાં તો તરસ છીપાવવી ખૂબ જ કપરું થઇ જતું હોય છે.

રાજ્ય સરકાર દ્વારા એક વખત સુવિધા સજ્જ સેવાસદન બન્યા બાદ તેનો મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તો શું આ મેન્ટેનન્સના કોન્ટ્રાક્ટમાં પ્રજાના પીવાની પાણીની સવલત સાચવવી તે બાકાત રાખવામાં આવ્યો છે. એકવાર નંખાયેલા બોલરોનો મેન્ટેનન્સ નહીં કરો કે સમયાંતરે નવું લઈને નહિ મુકવુ સરકારે એમ જણાવ્યું છે. પ્રજા તો ઠીક રોજેરોજ ફરજ પર આવતા કર્મચારીઓએ પણ પોતાનું પીવાનું પાણી બહારથી મંગાવવુ પડે છે.

અન્ય સમાચારો પણ છે...