તસ્કરી:અંગુઠણની સીમમાંથી રૂ.1.43 લાખ ઉપરાંતના વાયરોની ચોરી

ડભોઇએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડભોઇ પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી

ડભોઇ પોલીસમાંથી મળતી માહિતી મુજબ ફરિયાદી દેવેન્દ્ર કેસુરભાઇ રાઠવા, એમજીવીસીએલમાં નોકરી, ડભોઇની ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા.17 જુલાઇ 2021ના રોજ ડભોઇ તાલુકાના અંગુઠણ ગામે રહેતા પ્રિતેશ ઘનશ્યામભાઇ પટેલ તથા શારદાબેન અંબુભાઇ પટેલ તેમજ કુસુમબેન પુજાલાલ પંચાલના ખેતરોમાંથી પસાર થતી ભારે દબાણવાળી ત્રણ તારવાળી કુલ-16 ગાળાની ચાલુ વીજલાઇન 624.08 મીટર એટલે કે 624.8x3 =1874.4 મીટર વાયરો જેની કિં.રૂ.58,657.40ની અજાણ્યા ઇસમો ચોરી કરી ગયેલ છે.

જ્યારે અંગુઠણ ગામના જ મીનાબેન ઇશ્વરભાઇ સોનીના ખેતરમાંથી 03 તારવાળી કુલ 25 ગાળાની ભારે દબામની વીજલાઇન જેની લંબાઇ 881.1 મીટર એટલે કે 881.1x3= 2643.3 મીટર જેની કિં.રૂ.85,210ની મળી બન્ને ફરિયાદના મળી કુલ 1,43,867 રૂપિયાના કેબલોની ચોરી કરી અજાણ્યા ઇસમોએ ખેતરોમા અંધારપટ કરવા સાથે કાયમી ચોરી માટે પેંધા પડી ગયા હોય ફરિયાદના આધારે ડભોઇ પોલીસે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...