તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠગાઈ:ટીંબીમાં દાગીના સાફ કરવાના બહાને ઠગી જનાર ટોળકીનો યુવક ઝડપાયો

ડભોઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દાગીના ચમકાવવાના બહાને 3 લાખના દાગીના લઈ ઠગાઈ કરી હતી
  • પાણીગેટ પોલીસે લિક્વિડ વેચવા આવેલા પૈકી એક યુવકને ઝડપી પાડ્યો

ડભોઇ તાલુકાના ટીંબી ગામે વાસણ તથા દાગીના ચમકાવવાનું લિકવીડ વેચવા આવેલા યુવાનો પૈકી એક યુવાનને પાણીગેટ પોલીસે ઝડપી પડ્યો હતો. જેને ડભોઇ તપાસ અર્થે ટ્રાન્સફર વોરંટથી લવાયો હતો.

ડભોઇ તાલુકાના ટીબી ગામની તૃપ્તીબેન ઉમેશભાઈ પટેલ દ્વારા ડભોઇ પોલીસને ફરીયાદ કરવામાં આવી હતી. તા. 1 ઓક્ટોબર 2020ના રોજ અજાણ્યા બાઇક સવારો આવી વાસણ ચમકવાના બહાને તૃપ્તિબેનને વિશ્વાસમાં લઈ બહેનના સોનાના દાગીના રૂા. 3,15, 000ના ચોરી કરી ભાગી ગયા હતા. ત્યારે ગતરોજ આ ઘટનાનો એક આરોપી પાણીગેટ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. જેનું નામ પૂછતાં તેને દુર્ગેશ કિશનપ્રસાદ ગુપ્તા રહે. મહેશખૂટ, તા. ગોગરી જમાલપૂર, જિ. ખદગીયા, બિહારના હોવાનું જણાવ્યુ હતું. જે આરોપીએ ટિંબી પાસે કરેલ આ ગુન્હો કાબુલ કરતાં ડભોઇ પોલીસ સ્ટેશન ખાતે આ આરોપીને ટ્રાન્સફર વોરંટથી લાવી ટિંબી ગામે બનેલ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે. ડભોઇ પોલીસ વધુ તપાસ કરી રહી છે. અન્ય ચોરીમાં સંડોવાયેલા છે કે નહીં એ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...