ડભોઇના હાંસાપુરા ગામે કુબેરરત્ના સોસાયટીમા પોતાના પતિ સાથે રહેતી મુળ કવાંટ તાલુકાના પીપલદી ગામની 31 વર્ષીય મહિલા પોતાના રહેઠાણથી ડભોઇ તબીબી તપાસ કરાવા આવી હતી. જે ડભોઇના એસ.ટી. ડેપો પાસેથી અનિવાર્ય સંજોગોમા 3 દિવસ અગાઉ બપોરના ગુમ થઈ જતા મહિલાના પતિએ પોલીસને લેખિત જાણ કરતા ડભોઇ પોલીસે ગુમ મહિલાની વિગતો સાથે તપાસ હાથ ધરી છે.
ડભોઇ તાલુકાના હાંસાપુરા ગામની કુબેરરત્ના સોસાયટીમા પોતાના પતિ સાથે રહેતી 31 વર્ષીય મહિલા નામે સુમીત્રાબેન જબ્બરસિંહ રાઠવા મુળ રહે. પીપલદી તા. કવાંટની ગત તા. 4 મેના રોજ બપોરના બે વાગે ડભોઇ ધૃવિલ નર્શીંગ હોમ ખાતે તબીબી તપાસ અર્થે આવી હતી.
જે એસ.ટી. ડેપો પાસેથી ગુમ થઈ ગઈ હોવાની તેના પતિ જબ્બારસિહ રાઠવાએ ડભોઇ પોલીસને લેખિત અરજી આપી પોતાની પત્નિની શોધખોળ માટે મદદની ગુહાર લગાવી હતી. ગુમ મહિલા સુમિત્રાબેન રાઠવાના ફોટો સાથેની અરજી મળતા જ પી.આઇ. એમ.આર. ચૌધરીએ બીટ જમાદાર પ્રભાતસિહને તપાસનો આદેશ આપતા જમાદાર પ્રભાતસિહ વાઘેલાએ ગુમ થનાર સ્વરુપવાન મહિલાને શોધવા આકાશ પાતાળ એક કરવાની કવાયત હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.