ફરિયાદ:પતિ સાથે પ્રેમ સંબંધની શંકાથી પત્નીએ મહિલાની પિટાઇ કરી

ડભોઇ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિફરેલી પત્નીએ સંખેડાથી ડભોઈ આવી મહિલાના ઘરે જઇ ઝઘડો કર્યો
  • 3 મહિલાઓ સહિત 4 સામે માર માર્યાની ફરિયાદ નોંધાઇ

ડભોઇની મહિલા જે એક દિકરીની માતા પણ છે તેને અન્ય પુરુષ સાથે મિત્રતાના સંબંધ હોવાથી તેની જાણ પુરુષ મિત્રની પત્નીને થઈ હતી. જેથી વિફરેલી પત્નીએ પતિ સાથે પ્રેમ સંબંધ રાખવા બાબતની શંકાએ સંખેડાથી પરિવાર સાથે ડભોઇ આવી હતી. જે સીધી મારીયા એપાર્ટમેન્ટમાં જઈ એકલી રહેતી મહિલા સાથે ઝગડો કર્યો હતો.ફરિયાદી સીતાબેન મનુભાઇ વસાવા (ઉ.વ.33 રહે.મારીયા એપાર્ટમેન્ટ, ડભોઇ)ની ફરિયાદમાં જણાવ્યા મુજબ પાછલા દોઢ વર્ષથી તે પોતાની 7 વર્ષીય દીકરી સાથે ભાડાના મકાનમાં રહી ઘરકામ કરી ગુજરાન ચલાવે છે.

ત્યારે સંખેડામાં રહેતા જાવીદભાઇ મનસુરી, શકીનાબેન મનસુરી, આઇશાબેન મનસુરી તેમજ રુબીનાબેન મનસુરી એમ ત્રણ મહીલાઓ અને એક પુરુષ મળી ચાર જણાએ આવીને સીતાબેન તારે રીયાઝ મનસુરી સાથે શું સંબંધ છે તેમ કહેતાં સીતાએ કહેલ કે તે મારો મિત્ર છે. જેથી ઉશ્કેરાયેલા ચારે જણાએ ગદડાપાટુનો માર મારી જાતિ અપમાનિત કરેલ. પોલીસે એટ્રોસીટી એક્ટ મુજબની ફરિયાદ લઈને તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...