તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણીની પળોજણ:11 માસથી પગાર ન થતાં પાણીઘરનો ઓપરેટર ફ્યૂઝ લઇને ભાગી ગયો

ડભોઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરા ગામે રોષે ભરાઈને ઓપરેટરે વિચિત્ર પગલું ભર્યું
  • 5 દિવસથી પાણી ન મળતાં ગ્રામજનો દ્વારા TDOને આવેદનપત્ર

ડભોઇ તાલુકાના પરા ગામના પાણીઘરના ઓપરેટર ફ્યુઝ લઈને છૂમંતર થઈ જતા પાંચ દિવસથી ગામ તરસે રહેતા ગ્રામજનોએ શુક્રવારે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. જોકે તેઓએ સત્વરે ગામ ખાતે ટીમ મોકલી ગ્રામજનોની તરસ છીપાવવા પ્રયત્નો હાથ ધર્યા હતા.

ડભોઇ તાલુકાની કુલ 89 ગ્રામ પંચાયતો પૈકી આસગોલ જુથ ગ્રામ પંચાયતના પરા ગામ ખાતે આવેલા પંચાયતના ટ્યુબવેલ એટલે કે પાણી ઘરના સમયસર પાણી છોડવા તેમજ બંધ કરવા પંચાયત દ્વારા ઓપરેટર રાખવામાં આવેલ છે. છેલ્લા પાંચ દિવસથી આ ઓપરેટરે પોતાની મનમાની ચલાવી પાણી ઘરના વીજ જોડાણના ફ્યુઝ કાઢીને લાપતા થઈ ગયો છે. એક બાજુ ડભોઈ પંથકમાં વરસાદની અછત, નથી ભરાયા ગામ તળાવ કે નથી વહેતી થઇ નદીઓ કે કોતરો. તો પશુધનને પણ પાણી પીવડાવવા ક્યાં જવું એના પણ સવાલો ઉભા થઇ ચુક્યા હતા.

આખરે આ બાબતે ગ્રામજનો પાસેથી જાણવા મળેલ કે છેલ્લા અગિયાર માસથી પંચાયત દ્વારા રાખવામાં આવેલ ઓપરેટરનો પગાર જ કરવામાં આવતો ન હતો. જેથી વિફરેલા ઓપરેટર પાણી ઘરના વીજ જોડાણના ફ્યુઝ લઈ છૂમંતર થઈ ચૂક્યો છે. આ બાબતે જોવા જઈએ તો સવાલ પંચાયત અને ઓપરેટર વચ્ચેની લડાઇનો હતો અને તરશે રહ્યું સમગ્ર ગામ. પાંચ દિવસો સુધીની લાંબી લડાઈ ચાલતાં તરસે મરતા ગ્રામજનો પણ હવે તો લડાયક મૂડમાં આવી ડભોઇ તાલુકા પંચાયતની વાટ પકડી હતી. શુક્રવારે બપોરના 2 કલાકે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર સુપરત કરી પંચાયતની આંતરિક લડાઈ સામે ગ્રામજનોને તરસે મરવાનો વારો શા માટે? ના સવાલ ઉઠાવતા તાલુકા વિકાસ અધિકારી તેજલ રાણાએ તાત્કાલિક અસરથી ગામના તલાટીને પંચાયત ઘરે પહોંચવા આદેશ આપ્યો હતો. એક ટીમને આસગોલ ખાતે મોકલી પાંચ દિવસથી તરસે મરતાં ગ્રામજનોની તરસ છીપાવવાના પ્રયત્નો હાથ ધરી દીધા અને ગણતરીના કલાકોમા પ્રશ્ન હલ કરતા ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...