તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરંપરા:ડભોઇમા સિંધી સમાજ દ્વારા હટડીની પૂજાની પરંપરા યથાવત

ડભોઈ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દર વર્ષે દિવાળીની સાંજથી લાભ પાંચમ સુધી હટડીની સ્થાપના કરી પૂજા અર્ચના કરાય છે
 • લાભ પાચમના દિવસે હટડીને જળાશયમાં શ્રદ્ધાપૂર્વક વિસર્જિત કરાય છે

મોહેજોદડો અને હડપ્પા સંસ્કૃતિની વંશ પરંપરા આજે પણ ડભોઇ સિન્ધી સમાજમા યથાવત રહેવા પામી છે. દરવર્ષે દિવાળીની સાંજથી લાભ પાંચમ સુધી હિન્દુ સિન્ધી સમાજના લોકો દ્વારા પોતાના રહેઠાણે હટડીની સ્થાપના કરી પુજા અર્ચના કરવામા આવે છે. જેનો મુખ્ય આશય વેપાર વાણિજ્યનો વિકાસ થાય, ધંધા રોજગારમા નફો રહે તેવા હેતુસર વંશ પરંપરા હટડીની સ્થાપના કરવામા ચાલતી આવી છે.

દિવાળીના તહેવારોમાં હિન્દુ ધર્મ પ્રમાણે વેપારીઓ, નાનીમોટી સંસ્થાઓ, વ્યવસાયીક પેઢીઓ દ્વારા ચોપડા પૂજન અને લક્ષ્મીપૂજન કરવામા આવે છે. પણ ભારતમા વસેલા હિન્દુ સિન્ધી સમાજના લોકો દુકાનની પુજા દિવાળીના દિવસથી લાભ પાંચમ સુધી કરે છે. આ પરંપરાને કાના સળગાવ્યા એમ પણ કહેવામા આવે છે. વર્ષોથી ચાલી આવતી હાટડીની પૂજા આજે પણ સિન્ધી સમાજમા વંશ પરંપરા મુજબ ચાલી રહી છે. પિતા પોતાના દિકરાને હટડી આપતા તે મોટો થઈ વેપાર ધંધામા કાઠુ કાઢવા મઠામણ કરે છે. લાભ પાંચમને દિવસે હટડીને નદી, સરોવર કે જળાશયમા ધાર્મિક માન્યતા પ્રમાણે શ્રધ્ધાપુર્વક વિસર્જીત કરવામા આવે છે. સિન્ધી સમાજના લોકો વેપારી મિજાજને ચરીતાર્થ કરતા હોય નોકરી કરતા ધંધા વેપારમા જ વધુ ધ્યાન આપતા હોય છે. પહેલાના સમયમા માટી અને લાકડીઓથી હટડી જાતે બનાવાતી હતી. જ્યારે હવે બજારમા તૈયાર પણ મળી રહેતી હોય શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે સિન્ધી સમાજના લોકો ઘરમા હટડી પ્રસ્થાપિત કરી દિવાળીથી લાભ પાંચમ સુધી ઘરના તમામ પુરુષો પુજા કરતા હોય છે. આમ વેપાર ધંધાના વિકાસ અર્થે વંશ પરંપરાગત હટડીની પૂજા સિન્ધી સમાજના લોકો કરતા આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો