તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાવાઈરસ:લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કાર્ય સોપાયું, ડભોઈમાં 50 ઉપરાંત વોલેન્ટીયરોની ટીમ તૈયાર

ડભોઈ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
ડભોઈ તાલુકાના કાયવરોહણમાં આજે કોરોના યોદ્ધાઓની સહાયક ટીમની શરૂઆત કરવામાં આવી હતી. જેએને ધારાસભ્ય અને તેઓની ટીમ દ્વારા માર્ગદર્શન અપાયું હતું. - Divya Bhaskar
ડભોઈ તાલુકાના કાયવરોહણમાં આજે કોરોના યોદ્ધાઓની સહાયક ટીમની શરૂઆત કરવામાં આવી હતી. જેએને ધારાસભ્ય અને તેઓની ટીમ દ્વારા માર્ગદર્શન અપાયું હતું.
 • કાયાવરોહણમાં 10 યુવકોની ટીમને માર્ગદર્શન અપાયું

ડભોઇ નગરમાં ચાર જેટલી જુદી જુદી સંસ્થાઓને એકત્ર કરી 50 ઉપરાંત વોલેન્ટીયરોની ટીમ તૈયાર કરવામાં આવી છે. જેમને કોરોના સામે લડત આપવા તેમજ લોકોમાં જાગૃતી ફેલાવાનું કાર્ય સોપવામાં આવ્યું છે. નગરમાં ઠેર ઠેર આ સ્વયં સેવકોને સારો પ્રતીસાદ માળતા ડભોઇ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા આગામી સમયમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાનો ભય ન રહે અને લોકોમાં જાગૃતા આવે તે હેતુ સાથે ડભોઇ તાલુકાનાં 118 ગામોમાં 10 -10 યુવકોની ટીમ તૈયાર કરવા હાલક કરવામાં આવી છે. જે અનુસંધાને આજે ડભોઇ તાલુકાનાં કાયાવરોહણ ગામથી ટીમ બનાવાનો પ્રારંભ થયો હતો.

આ પ્રસંગે કાયાવરોહણ ગામના આગેવાનો તેમજ 10 જેટલા યુવકોને એકત્ર કરી તેમણે જરૂરી માર્ગ દર્શન આપ્યું હતું. સાથે સાથે આગામી સમયમાં જો કોરોના ના કેસો માં વધારો થાય તો આ ટીમ ને શું કામ કરવાનું છે. જરૂર પડે તો પેરા મેડીકલ સ્ટાફ પોલીસ અને અધીકારીઓ સાથે રહી સેવાકાર્ય કરવા માટે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા વોલેન્ટીયરોની ટીમને આદેશ કરાયા હતા. આ પ્રસંગે ડભોઇ નગર આગેવાન વકીલ અશ્વીનભાઈ પટેલ તેમજ કાયાવરોહણ ગામના પી.એચ.સી.સેન્ટરના તબીબ ડો.નીરવ મુનિયા દ્વારા જરૂરી માર્ગ દર્શન અપાયું હતું. જ્યારે આ પ્રસંગે કલ્પના બેન પટેલ, તાલુકા પ્રમુખ દિનેશભાઈ પટેલ, મહામંત્રી હિતેશભાઈ પટેલ, મહામંત્રી સુખદેવભાઈ પા.વા., દીક્ષિતભાઈ દવે, વકીલ હર્શીલ પટેલ, સહિત અનેક આગેવાનો ઉપસ્થીત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો