તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્ર ક્યારે જાગશે?:ડભોઇના શીતપુર નજીક કેનાલમાંથી પાણીની ચોરીઓ થતી હોવા છતાં તંત્ર મૂક પ્રેક્ષક બન્યું

ડભોઈ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
સિતપુર-માંગરોલ ગામેથી પસાર થતી કેનાલમાંથી પાણી ચોરી થતા નાના ખેડૂતો બેહાલ થઈ ગયા છે. ક્યાંક કેનાલમાં બાકોરા તો પાઇપો નાખી પાણીની ચોરી કરતા હરિયાણાના ખેડૂતોની કરતૂતો સામે રોષ પ્રગટ કરી સ્થાનિક ખેડૂતો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. - Divya Bhaskar
સિતપુર-માંગરોલ ગામેથી પસાર થતી કેનાલમાંથી પાણી ચોરી થતા નાના ખેડૂતો બેહાલ થઈ ગયા છે. ક્યાંક કેનાલમાં બાકોરા તો પાઇપો નાખી પાણીની ચોરી કરતા હરિયાણાના ખેડૂતોની કરતૂતો સામે રોષ પ્રગટ કરી સ્થાનિક ખેડૂતો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
 • પાણીથી વંચિત રહેતા નાના નાના ખેડૂતોમાં રોષ, ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થઈ
 • નિગમના ઉચ્ચ અધિકારીઓને કાર્યવાહી કરવા નરેન્દ્ર મોદી વિચાર મંચનો લીધો સહારો

ડભોઈ તાલુકાના સીતપુર ગામના તેમજ માંગરોલ ગામે થઈ નર્મદા નિગમ પાણીની નહેરને તોડી અને રોડની ખોડી નુકસાન કરી મશીનો અને અનેક પાઈપો લગાવીને છેલ્લા ઘણા સમયથી સીતપુર ગામે રહેતા કુમારી કંચનાબેન સુલજીત ગોલાવત મૂળ રહેવાસી હરિયાણાના છેલ્લા એક વર્ષ ઉપરાંતથી ગામના ખેડૂતોની આશરે 300 વીઘા ઉપરાંત જમીન દાને અથવા ભાડે રાખી છે. જેમાં ખેતી કરતા હોય આ ખેતી કરવા માટે નર્મદા નિગમની નહેર જતી હોય તેમાં મશીનો ગોઠવી નહેરને તોડી નુકસાન કરી તેમજ રોડને ખોડી પાઈપ ગોઠવી છેલ્લાં ઘણા સમયથી આખો દિવસ પાણી ખેતરોમાં લઈ જાય છે. જાના કારણે આજુબાજુના ખેતરોમાં ખેતી કરતા ખેડૂતોને નિગમનું પાણી મળતુ નથી. જેથી તેઓના પાકને નુકસાન થાય છે.

સિતપુર-માંગરોલ ગામેથી પસાર થતી કેનાલમાંથી પાણી ચોરી થતા નાના ખેડૂતો બેહાલ થઈ ગયા છે. ક્યાંક કેનાલમાં બાકોરા તો પાઇપો નાખી પાણીની ચોરી કરતા હરિયાણાના ખેડૂતોની કરતૂતો સામે રોષ પ્રગટ કરી સ્થાનિક ખેડૂતો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
સિતપુર-માંગરોલ ગામેથી પસાર થતી કેનાલમાંથી પાણી ચોરી થતા નાના ખેડૂતો બેહાલ થઈ ગયા છે. ક્યાંક કેનાલમાં બાકોરા તો પાઇપો નાખી પાણીની ચોરી કરતા હરિયાણાના ખેડૂતોની કરતૂતો સામે રોષ પ્રગટ કરી સ્થાનિક ખેડૂતો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

જમીન ભાડે રાખનાર ખેડૂતને તેમને વારંવાર સ્થાનિક ખેડૂતો દ્વારા રજૂઆત કરવા છતાં નાના ખેડૂતોને પાણી લેવા દેતા ન હોવાથી નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત દેશના પ્રમુખ મુકેશભાઇ પટેલ દ્વારા હરિયાણાના ખેડૂત કંચન ભાલચંદ્ર ચૌધરી અને કુમારી કંચના બેન વિરોધ ગેરકાયદેસર નહેર તોડીને પાની ખેતરમાં મેળવનાર સામે કાર્યવાહી કરવા નાયબ કાર્યપાલક ઇજનેર નહેર પેટા વિભાગ ડભોઇના અધિકારીને તા. 18 માર્ચના રોજ સીતપુર તેમજ માંગરોળના ખેડૂતોને સાથે રાખી ગામની નજીકથી જતી રહે કે ન લોટે પોતાને મન ફાવે તેવી રીતે પાણીનો ઉપયોગ કરનાર સામે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા તેમજ નિગમનો પીયાવો પણ ભરેલ નથી.

નર્મદા નિગમ તેમજ ખેડૂતોને નુકસાન કરનાર સામે તપાસ કરી યોગ્ય કરવા ફરિયાદ અરજી કરવા છતાં પણ આજ દિન સુધી કોઈ નિગમ દ્વારા કાર્યવાહી કરવામા આવી નથી. સ્થાનિક ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. તેમજ વહેલી તકે જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો નર્મદા નિગમ કચેરી ડભોઇ ખાતે ગાંધી ચિંધ્યા માંગ સહિત આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો