તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડભોઇ નગરમાં સામાન્ય પાનનો ગલ્લો ચલાવી પરિવારનું પેટિયું રળી ખાતા પરિવારનો પુત્ર સીએની પરીક્ષા એક સાથે બે વિભાગની આપી પ્રથમ પ્રયત્ને પાસ કરતા પરિવાર સમાજ તથા ડભોઇ નગરનું ગૌરવ વધાર્યું છે. ડભોઇ ખાતે મધ્ય હીરા ભાગોળ ખાતે પાનનો ગલ્લો ચલાવી પરિવારનું ગુજરાત ચલાવતા એવા પરિવારના પુત્ર નવેમ્બરમાં લેવાયેલ સીએની પરિક્ષા આપી હતી.
મંગળવારે આવેલા પરિણામમાં જીનલ રાકેશ કુમાર શાહે બે વર્ગની એક સાથે પરીક્ષા આપી 800 ગુણમાંથી 449 ગુણ મેળવી પ્રથમ ટ્રાયલે પાસ કરી ડભોઇ તેમજ પરિવારનું ગૌરવ વધાર્યું છે. સીએની પરીક્ષામાં પાસ થનાર જીનલને પૂછવામાં આવતા જણાવ્યું હતું કે રોજેરોજ 12થી 15 કલાક સુધી સતત વાંચન કરતો હતો. એટલું જ નહીં પરંતુ મારા માતા-પિતા દ્વારા સતત સાથ અને પ્રોત્સાહન આપતા આ પરીક્ષા પાસ કરવામાં સફળ થયો હોવાનું જણાવ્યું હતું.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.