તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અસંતોષ:ડભોઇમાં સફાઇ કર્મીઓ હડતાળ પર જતાં નગરમાં નર્કાગારની પરિસ્થિતિ

ડભોઇએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડભોઈ પાલિકાના સફાઈ કર્મીઓ હડતાળ પર જતાં નગરમાં ડ્રેનેજ અને ગંદકીથી નર્કાગારની પરિસ્થિતિ થતાં લોકો ત્રાહિમામ છે. - Divya Bhaskar
ડભોઈ પાલિકાના સફાઈ કર્મીઓ હડતાળ પર જતાં નગરમાં ડ્રેનેજ અને ગંદકીથી નર્કાગારની પરિસ્થિતિ થતાં લોકો ત્રાહિમામ છે.
  • સફાઈ કર્મીઓને કિટ વિતરણના કાર્યક્રમમાં ધારાસભ્યના વાક્બાણથી સફાઈ કર્મીઓમાં અસંતોષ ફેલાયો
  • નગરપાલિકાના તમામ રોજમદાર સફાઈ કર્મીઓ શુક્રવારથી હડતાળ પર ઉતર્યા છે

ડભોઇ નગર પાલિકામા એક્શન એડ સંસ્થા દ્વારા સફાઇ કર્મીઓને ધારાસભ્ય હસ્તે કોવિડ સેફ્ટી કીટનુ વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો. જેમા ધારાસભ્ય દ્વારા સફાઇ કર્મીઓને બરાબર કામ ન કરતા હોવાથી ડભોઇ ગંદુ છે. હાજરી ભરાઇને ઘેર જતા રહે છે. તેવા શબ્દો ઉચ્ચારતા સફાઇ કર્મીઓમા અસંતોષ વ્યાપી ગયો હોવાની લેખિત અરજી આપી રોજિંદા તમામ સફાઇ કર્મીઓ હડતાળ પર જતા રહ્યા છે. નગરમા ડ્રેનેજના દુર્ગંધયુક્ત રેલા અને ઠેરઠેર કચરાના ઢગ વ્યાપી જતા પારાવાર ગંદકી જોવા મળી રહી છે.

વિવાદ ની સાથે વિકાસમા અવરોધ નુ નામ ડભોઇ પાલિકા થઈ જવા પામ્યુ છે. એક વિવાદ પુરો થાય ત્યા બીજો ઉભો થઈ જાય છે. નગરનુ હીત જળવાતુ ન હોય પાલિકાના વહીવટનુ પરીણામ એક યા બીજા વાંકે નગરજનોને જ ભોગવવુ પડે છે. ત્યારે હાલ કઈક જુદાજ પ્રકારનો વિવાદ ઉભો થવા પામ્યો છે. જેમાં એકશન એડ સંસ્થા દ્વારા સફાઇ કર્મીઓને સેફ્ટી કીટનું ધારાસભ્ય હસ્તે વિતરણ કરાયુ હતુ. જેમા ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા દ્વારા સફાઇ કર્મીઓ બરાબર કામ કરતા ન હોય હાજરી ભરાવીને ઘેર જતા રહેતા હોવાનું સફાઇ કર્મીઓએ લેખિત અરજીમાં જણાવી ધારાસભ્યના વાંકબાણથી સફાઇ કર્મીઓમા અસંતોષ વ્યાપી જવા પામ્યો હોઇ પાલિકાના પુરુષ મહિલાઓ સહીત તમામ રોજમદાર સફાઇ કર્મીઓ શુક્રવારથી જ હડતાળ પર ઉતરી જતા નગરમા પારાવાર ગંદકી વ્યાપી જવા સાથે ડ્રેનેજના ગંદા પાણીના રેલાઓ માર્ગો પર ઉભરાતા માથાફાટ દુર્ગંધ ફેલાવા પામી છે.

જ્યારે 3 જુલાઈના રોજ હડતાળ પર ઉતરવાની લેખિત અરજી પાલિકાના ચીફ ઓફીસરને સફાઇ કર્મીઓના સંગઠણે આપીલ હતી. જ્યારે નગર પાલિકા દ્વારા પણ નોટીસ પાઠવી તમામ સફાઇ કર્મીઓને ચેતવણી આપતા જણાવાયુ છે કે રોજમદાર સફાઇ કર્મીઓ 3 જુલાઈથી કોઇપણ જાતની જાણ કર્યા વિના રજાપર ઉતરી ગયા છો. સામુહિક રજા પર ઉતરી જવા માટે પાલિકાને 7 દિવસ અગાઉ લેખિત જાણ કરવાની હોય છે. ચોમાસાની ઋતુને લઈ સફાઇ કામગીરી માટે પાલિકા કોઇ વ્યવસ્થા કરે તો તેમા કોઇપણ જાતનો અવરોધ ઉભો કરાશે તો તમારા વિરોધમા કાયદેસરની કાર્યવાહી કરાશેની ચીમકી આપતા હડતાળ પર ઉતરેલા કર્મીઓ લાલઘુમ થઈ જવા પામ્યા છે.

અન્ય સમાચારો પણ છે...