તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડભોઇ વિધાનસભા મતવિસ્તારમાં છેલ્લા સાત વર્ષથી જૂના રસ્તાઓ હોય તેવા રસ્તાના કામો માટે ધારાસભ્યની ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગમાં કરેલી રજૂઆત બાદ પંચાયત વિભાગ અને માર્ગ અને મકાન વિભાગે મળી આશરે રૂપિયા 14.29 કરોડ ફાળવવામાં આવતા વર્ષો જૂના તૂટી ગયેલા માર્ગો આવનારા દિવસોમાં બનતા પંથકની પ્રજા રાહત અનુભવશે. ડભોઇ વિધાનસભા ક્ષેત્રના ગ્રામીણ વિસ્તારમાં છેલ્લા 7 વર્ષ ઉપરાંતના સમયગાળાથી રસ્તાઓના કામો થયા હતા. તે સમય જતાં રીપેરીંગ કે નવા રસ્તાની માગણી ગ્રામજનો દ્વારા કરવામાં આવતા ધારાસભ્ય દ્વારા આ માગણીને ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ માં કરતા માર્ગ-મકાન વિભાગ દ્વારા પંચાયતને રસ્તાના કામો માટે 5.22 કરોડ તથા રાજ્ય સરકારના રસ્તા માટે 8.55 કરોડ મંજુર કરવામાં આવતા અને તેના job નંબર પાડવામાં આવતા હવે રસ્તાઓ થશે અને ઉબડખાબડ રસ્તાને કારણે થતી મુશ્કેલીઓ દૂર થશેનું ગ્રામજનો જણાવી રહ્યા છે.
સાઠોદથી ચાણોદ જવા રોડ માટે રૂા. 6.40 કરોડ તથા છત્રાલ ખાનપુરા કાયાવરોહણ રોડ માટે 2.15 કરોડ ફાળવવામાં આવ્યા છે. સરકાર દ્વારા પંચાયત વિભાગ રસ્તાના કામો માટે રૂપિયા ફળવાય છે. જેમાં બનાયા એપ્રોચ રોડ માટે 45 લાખ, જેસંગપુરા એપ્રોચ રોડ માટે 37.50 લાખ, નડા મોટા હબીપુરા પલાસવાડા રોડ માટે 30 લાખ, ડભોઇ ઢોલાર ભયાપુરા રોડ માટે 15 લાખ, કોઠારા પારીખા માટે 45 લાખ, રૂવાદ એપ્રોચ રોડ માટે 40.5 લાખ, ડભોઇ તાલુકાના રોડ માટે ફાળવેલ છે.
જ્યારે ડભોઇ વિધાનસભા મતવિસ્તારમાં આવતા ગામો જેમાં વડોદરા રૂલરના ગામોમાં રાજપુરા રામપુરા છાપરિયા પુરા લક્ષ્મીપુરા રોડ માટે 36 લાખ, રસુલપુરા એપ્રોચ રોડ માટે 15 લાખ, હાસજી પુરા અલાદપુરા રોડ માટે 45 લાખ, રતનપુરા ખટંબા જોબન ટેકરી માટે 75 લાખ, ચાપડ ગૌખાના રોડ માટે 22.50 લાખ, કડકોઈ એપ્રોચ રોડ માટે 15 લાખ, મસ્ત પુર ગામડી રોડ માટે 22.50 લાખ, રાઘવપુરા મેઘાકુઇ મસ્ત પુર ગામડી માટે 22.50 લાખ તથા મેઘાકોઈ સલાટ રોડ માટે 45 લાખ ફાળવવામાં આવેલ છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.