કેનાલ ઢંકાઇ:નર્મદા-મિયાગામ કેનાલ પાસેની ઓરડીઓ ઝાડી-ઝાંખરાથી ઢંકાઇ

ડભોઇ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અસામાજીક તત્વો આવી જગ્યાનો ઉપયોગ કરતા હોવાની રાવ

કેવડિયાને રુડુ રૂપાળુ, સોહામણુ અને હરીયાળુ રાખી રૂપિયા 6000 કરોડ ઉપરાંતની નર્મદા યોજના તળીયાથી નળીયા સુધી સલામત હોવાના દેખાડા થઈ રહ્યા છે. પરંતુ દીવા તળે અંધારુ હોય તેમ જો નર્મદા ડેમથી નિકળતી મુખ્ય કેનાલનો કેવડિયાથી કચ્છ સુધીનો પટ તેમજ તેમાંથી નિકળતી અન્ય બ્રાન્ચ કેનાલો અને સબ કેનાલોનું વિજીલન્સ ચેકિંગ કરવામાં આવે તો ગેટમેનના રહેવા માટે બનાવાયેલ કેનાલો પરના મકાનો, કર્મચારીઓ અને અધિકારીઓ માટે બનાવાયેલ નર્મદાની કોલોનીઓ જંગલી ઝાડી-ઝાંખરાથી ઢંકાઇ ગયેલ ભૂતિયા અને અવાવરુ બની જવા પામી છે.

જે જગ્યાનો અસામાજીક તત્વો ઉપયોગ કરી રહ્યા છે. જેનો દાખલો ડભોઇ તાલુકાના વઢવાણા ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની મિયાગામ બ્રાન્ચ કેનાલના ગેટપાસે આવેલ ઓરડી ઝાડી-ઝાંખરાઓથી ઢંકાઇ ગયેલ છે. જેને આજદિન સુધી કોઇ અધિકારીએ જોવાની તસ્દી લીધી નથી. જ્યારે બીજી બાજુ ડભોઇ-નડા નજીકથી પસાર થતી નડા કેનાલ પર પણ ઝાડી-ઝાંખરા ઉગી નિકળ્યા છે. આમ લાપરવા નર્મદા નિગમ દેશની સૌથી મોંઘી અને ગરીમા સમાન, દેશની જીવાદોરી સમાન યોજનાને બેદરકારીનો નમૂનો બનાવી લાંછણ લગાવી રહ્યા હોય સરકારે કેનાલોની વિઝીટ કરાવી નર્મદાની કેનાલોનું ધ્યાન રાખવું રહ્યુ.

અન્ય સમાચારો પણ છે...