તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વ્યવસ્થા:ડભોઇના બદ્રીનારાયણ મંદિરના પરિસરમાં જ રથયાત્રાની ઉજવણી કરાશે

ડભોઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડભોઇ નગરમાં આવેલ બદ્રી-નારાયણનું મંદિર.
  • દર્શનાર્થીઓ માટે સેનેટાઈઝર-ડિસ્ટન્સિંગની વ્યવસ્થા કરાઈ
  • વેબસાઈટ દ્વારા ઘેર બેઠાં દર્શન કરવાની પણ વ્યવસ્થા કરાઈ

બદ્રીનારાયણ મંદિર ખાતે તારીખ 23 જૂનનાં રોજ પ.પૂ. શ્રી સુદર્શનાચાર્યજી સ્વામીનાં સાનિધ્યમાં નિકળનારી 11મી રથયાત્રા નિમિત્તે તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે. પરંતું હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીને લઇને ચાલુસાલે નગરમાં રથયાત્રા ન કાઢી મંદિર પરિસરમાં જ ફરશે, ભાવિકોની ભીડ ન થાય તે હેતુંથી સોશ્યલ ડિસેટનસીંગ જળવાય, સેનેટાઇઝસીંગ થાય તેની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.

રથયાત્રા રાબેતા મુજબ જ મંદિર પરિસરમાં જ ફેરવવામાં આવશે
તારીખ 22મી જૂનના રોજ રથયાત્રાનો ઉત્સવ છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ડભોઇ નગરમાં વડોદરી ભાગોળ ખાતે આવેલાં બદ્રીનારાયણ મંદિર ખાતેથી પ.પુ. શ્રી સુદર્શનાચાર્યજી સ્વામીનાં સાંનિધ્યમાં છેલ્લા 10 વર્ષથી આ યાત્રા કાઢવામાં આવી રહી છે. ચાલુસાલે આ 11મી રથયાત્રા 23મીનાં રોજ નિકળનાર છે. ત્યારે તેની તૈયારીઓ થઇ ચુકી છે. રથયાત્રાની ઉજવણી માત્ર મંદિર પરિસરમાં જ કરાશે. જેમાં ગણત્રીનાં સાધુ સંતો જ સવારથી બપોર સુધીની પુજાઅર્ચનાં કરશે. ત્યાર બાદ બપોરનાં 3 કલાકે પ્રતિવર્ષની જેમ નિકળતી રથયાત્રા રાબેતા મુજબ જ મંદિર પરિસરમાં જ ફેરવવામાં આવશે.

દર્શનનો લહાવો કોરોનાં સંક્રમણ ન ફેલાય તે ધ્યાનમાં રાખી આપવામાં આવશે
ત્યારબાદ રાત્રીનાં 8 કલાક સુધી રથયાત્રાનાં દર્શન અર્થે ભાવિકો માટે ખુલ્લુ મુકવામાં આવશે. આ ટાંણે કોરોનાં ઇફેક્ટને લઇને સરકારની ગાઇડલાઇન મુજબની તમામ બાબતોનું પાલન પણ કરવામાં આવશે. જેમાં ભક્તોને સેનેટાઇઝ કરાશે, સામાજિક અંતર પણ જળવાશે અને ફજિયાત માસ્ક પહેરીને જ ભાવિકોને દર્શનનો લાવો આપવામાં આવશે. એટલું જ નહી બહાર ગામથી આવતાં ભાવિકો કે વધુ ભીડ ન થાય માટે મંદિર ટ્રસ્ટ દ્વારા એનલાઇન દર્શનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આમ આવતીકાલની ડભોઇની 11મી રથયાત્રામાં ભગવાન નગર ચર્યાઓ નહી નિકળી મંદિર પરિષરમાં ફરશે અને ભાવિકોને દર્શનનો લહાવો કોરોનાં સંક્રમણ ન ફેલાય તે ધ્યાનમાં રાખી આપવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળ પર જવાનો પ્રોગ્રામ બની શકે છે. સાથે જ આરામમાં સમય પસાર થશે. બાળકોને કોઇ ઉપલબ્ધિ મળવાથી ઘરનું વાતાવરણ સારું જળવાશે. નેગેટિવઃ- આળસના કારણે થોડા કામ અધૂરા રહ...

વધુ વાંચો