હાલાકી:ડભોઇના વોર્ડ 4માં ઉભરાતી ડ્રેનેજની સમસ્યાને લોકો સ્વખર્ચે નિવારે છે

ડભોઇ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
રેલ્વે નવાપુરા વિસ્તારમાં ડ્રેનેજના દુર્ગંધયુક્ત રેલાતું પાણી. - Divya Bhaskar
રેલ્વે નવાપુરા વિસ્તારમાં ડ્રેનેજના દુર્ગંધયુક્ત રેલાતું પાણી.
  • દૂષિત પાણીની સમસ્યાઓ પ્રત્યે કોંગ્રેસના કોર્પોરેટરોનું ઉદાસીન વલણ
  • વિસ્તારની ફરિયાદોનો નિકાલ ન થતાં લોકો સ્વખર્ચે કામગીરી કરાવે છે

ડભોઇ નગરના વોર્ડ-04 ના રેલ્વે નવાપુરા વિસ્તારમા પાછલા કેટલાક દિવસોથી ઉભરાતી ડ્રેનેજના દુર્ગંધયુક્ત રેલાઓથી પારાવાર ગંદકી થવા સાથે રહીશોને રહેવા અને સહેવા મજબુર થવું પડ્યુ છે. કારણ કે આ વિસ્તાર નગરપાલિકા વોર્ડ-04માં કોંગ્રેસ પ્રેરીત પેનલના પ્રતિનિધિત્વનો વિસ્તાર છે. ત્યારે વોર્ડ-04માં ગંદકી, ડ્રેનેજ, પીવાના દુષિત પાણીની સમસ્યાઓ પ્રત્યે કોંગ્રેસના કોર્પોરેટરોનુ ઉદાસીન વલણ શંકાસ્પદ થવા પામ્યુ છે.

નગરપાલિકાના સત્તાધીશો સામે વિરોધ પક્ષે પણ ચુપકીદી સેવી વહેણમાંજ તણાવવાનુ નક્કી કરી લીધેલ હોય તેમ પાલિકામા પ્રમુખની ચેમ્બરમા ધામો નાખવાનો અને રાત પડે પાલિકા પ્રમુખના પતિની દુકાન આગળ બેઠક કરતા કોંગ્રેસી કોર્પોરેટરોનું ઉદાસીન વલણ શંકાસ્પદ જણાઇ રહ્યુ છે.

વોર્ડ-04 ના રહીશોએ કોંગ્રેસની પેનલને વિજયી બનાવી હોય હવે પારાવાર ગંદકી, ડ્રેનેજના ગંદા પાણી, સ્ટ્રીટ લાઇટોના ઝબકારા અને પીવાનું દુષિત પાણી મળતુ હોય હાથના કર્યા હૈયે વાગ્યા હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. લોકોના પ્રાણપ્રશ્નોની ધારદાર રજુઆતો કરવામા નિષ્ફળ કોંગ્રેસી કોર્પોરેટરો સામે ભારોભાર નારાજગી જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...