મેઘ મહેર:ડભોઈમાં બીજે દિવસે નીચાણવાળા વિસ્તારોમાં ઘૂટણસમા પાણી ભરાયાં

ડભોઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડભોઈમાં બુધવારની સાંજે 7.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો

ડભોઇ નગરમાં ગત મોડી સાંજેથી પડેલા 7.5 ઇંચ જેટલા વરસાદને પગલે નગર પાલીકાની પ્રિમોનસુન કામગીરીને લઈ અનેક સવાલો ઉભા થઇ ગયા છે. નગર 50 ઉપરાંત સોસાયટીઓમાં કેડ સમાં પાણી ભરાયા તો સત્યમ પાર્ક સોસાયટીમાં 30 મકાનોમાં પાણી ઘુસી જતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી છે.

છેલ્લા 12 કલાકમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. ડભોઇ એસટી ડેપો પર આવેલી આયુષ સોસાયટી, સરમન પાર્ક, કૌમુદી સોસાયટી અને નગરપાલિકા શોપિંગ સેન્ટર તમામ જગ્યાઓએ ઘૂંટણ સમા પાણી ભરાયેલી ચૂક્યા એટલું જ નહીં નગરપાલિકા શોપિંગ સેન્ટરમાં તો આવેલી દુકાનોના માલ સામાનને પણ ભારે નુકસાન થયું છે. નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થીતી ઊભી થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...