તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ગેરકાયદેસર બાંધકામ કરનાર બિલ્ડરને પાલિકાએ આકારણી પત્રક પણ આપી દીધુ

ડભોઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડભોઈમાં બાંધકામ હજુ પૂર્ણ નથી થયું તો આકારણી પત્ર કઈ રીતે અપાયું તે પ્રશ્ન
  • નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામ બાબતે બિલ્ડરને 3 નોટિસ અપાઈ છે

ધન્ય છે ડભોઇ નગરપાલિકાને એક બાજુ ગેરકાયદેસર થયેલા બાંધકામને ત્રણ નોટિસો આપવામાં આવે છે. ત્યારે બીજી બાજુ આ મકાન જાણે કાયદેસર હોય તેમ પાલિકા દ્વારા જ તેની આકારણી કરી આકારણી પત્રક પણ બિલ્ડરને આપી દેવામાં આવેલ છે. હાલાકી હજુ આ બાંધકામ પૂર્ણ થયું નથી. તેનો આકાર દેખાવ કેવો છે, પણ હજુ સ્પષ્ટ થયું નથી. તો પાલિકા તંત્રે આકારણી પત્ર આપ્યું તો કઈ રીતે આપ્યું? ના વેધક સવાલો ઉભા થયા છે.

હાલ ડભોઇ નગરપાલિકામાં ભાજપ શાસિત બોર્ડ બેસે છ મહિના પણ પૂર્ણ થયા નથી. નગરપાલિકાના કુલ 36 સભ્યો પૈકી 21 બિલકુલ નવા યુવા ચહેરા ભાજપમાં ચૂંટાતા તેઓ સત્તાની બગડોળ સંભાળી છે. જ્યારે ક્યાંકને ક્યાંક વહીવટી જ્ઞાનનો અભાવ અને અનઆવડત કાયમી ધોરણે બહાર આવતી જોવા મળી રહી છે. આવા સંજોગોમાં નગરમાં કંઈ કેટલાય જૂના જોગીઓના ઈશારે ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટ્યો છે ગેરકાયદેસર બાંધકામો અને દબાણોનો રાફડો ફાટી નીકળ્યો છે.

ત્યારે આ નવયુવાન બોર્ડ દ્વારા હોશ નહિ પરંતુ માત્ર જોશથી જ કામગીરી કરી કાંઈક નવું કરી નાખવાની લાય માં નગરપાલિકાના નીતિ નિયમો અને કાયદાઓ અને પણ નેવે મુકી દેવામાં આવી રહ્યા છે. ગેરકાયદેસર દબાણની વાત આવે તો તાત્કાલિક અસરથી બુલડોઝરો ફેરવવા આ સત્તાધીશો સત્વરે નીકળી પડે છે. પણ મોટા બિલ્ડરોને તો જાણે ઘી કેળા હોય તેમ ફાવતું જ મળી ગયું છે. નાંદોદી ભાગોળ બહાર રોડ ઉપર જશભાઈ ભીખાભાઈ પટેલ નામની જગ્યા ઉપર નગરપાલિકા દ્વારા રેસિડન્સ બાંધકામની પરવાનગી છતાં નિયમોને નેવે મૂકીને કોમર્શિયલ કોમ્પલેક્ષ બનાવી દેવામાં આવ્યું છે.

ત્યારે અત્યાર સુધી ત્રણ જેટલી નોટિસો આપ્યા બાદ પણ કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. હજુ કામ પૂર્ણ થયું નથી. છતા 8 મેના રોજ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા આ આકારણી કાઢવામાં આવી છે. તેથી સ્પષ્ટપણે કહી શકાય કે ભેજાબાજ બિલ્ડરોની શરણાગતિએ આ નગરપાલિકાના સત્તાધીશો આવી ગયા હોય તમામ નિયમો નેવે મુકી દેવામાં આવ્યા છે. જ્યારે હવે અવાજ ઉઠ્યા પછી પણ પાલિકાના ચીફ ઓફિસર કે સત્તાધિશો આ બાબતે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરશે કે કેમ એવું નગરમાં ચર્ચાઈ રહ્યું છે.

કોમ્પલેક્ષના થયેલા બાંધકામમાં 40 મીટરની મર્યાદા પણ જાળવવામાં આવી નથી
પાલિકાએ તો નીતિ નિયમ નેવે મૂક્યા પણ શું પી.ડબલ્યુ.ડી. તેના નિયમો નેવે મૂકી બાંધકામ પૂર્ણ થવા દેશે. રાજ્ય ધોરીમાર્ગની મધ્યમાંથી 40 મીટર દૂર બાંધકામ કરવાના નિયમો છે. એનોસી પણ આ જ નિયમોને આધીન બાંધકામ કરવાની શરતે અપાય છે. તો આ કોમ્પલેક્ષના બાંધકામમાં 40 મીટરની મર્યાદા જળવાઈ નથી. ત્યારે પીડબલ્યુડી શુ નિયમોનુસાર તોડવા તજવીજ કરશે, કે પછી એ પણ પાલિકાની જેમ નિયમોને નેવે મૂકી બિલ્ડરના ખોળામાં બેસી જશે.

અન્ય સમાચારો પણ છે...