તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેસેજ વાયરલ:1 એપ્રિલથી તમામ રેલવે ટ્રેન રૂટ શરૂ થવાના મેસેજ ડભોઇમાં વાયરલ થયા

ડભોઇ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જોકે રેલવે તંત્ર દ્વારા સત્તાવાર કંઈ જાણવા મળ્યું નથી

જીવલેણ કોરોના વાઇરસની મહામારીને કારણે પાછલા 10 મહિના જેટલા સમયથી દેશની કરોડરજ્જુ સમાન રેલ્વેની ટ્રેનો બંધ થયેલ હોઈ કોરોના વાઇરસની અસર ઓછી થવા સાથે માત્ર 35 ટકા જેટલી ટ્રેનો જ શરૂ કરાઇ હતી. ત્યારે હવે 1 એપ્રિલ 2021થી હાલ સુધી બંધ રહેલ 65 ટકા ટ્રેનો પણ મુસાફરોની આવાજાહી માટે શરૂ થવાની હોવાના મેસેજ સોશિયલ મીડિયા પર ફરતા થતાં લોકોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે. જો કે ટ્રેનો શરૂ થવાની હોવાનું સત્તાવાર રીતે કોઇ સમર્થન મળવા પામ્યું નથી.

ડભોઇ રેલ્વે જંક્શન પર નવી શરૂ થયેલ ટ્રેનોની મુસાફરીનો આનંદ લેવા થનગની રહેલા મુસાફરોને કોરોનાનું ગ્રહણ લાગેલ છે. વડોદરાથી છોટાઉદેપુર, અલીરાજપુર સુધી રાબેતા મુજબ જતી ટ્રેનો પણ કોરોનાને કારણે બંધ છે. જેથી વડોદરાથી છોટાઉદેપુર અને આલીરાજપુર સુધીના ગરીબ અને મધ્યમવર્ગના લોકોને ટ્રેનની મુસાફરીથી વંચિત રહેવા સાથે સમય-નાણાંનો દુર્વય થવા સાથે જીવના જોખમે ખાનગી વાહનોમા મુસાફરી કરવાનો વારો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો