તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:કોઈ પણ રોકટોક વગર સભામાં પાલિકાના રોજમદારો સહિત 200 લોકો હાજર રહ્યા

ડભોઇ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ડભોઇ પાલિકામાં પ્રોટોકોલ જળવાયા વિના યોજાયેલ ખાસ સભા ટીકાપાત્ર બની
 • ખાસ સભા નામ પૂરતી સીમીત રહી ચૂંટણીનો ચોરો બની હોય તેવી સ્થિતિ

ડભોઇ નગર પાલિકા બિલ્ડીંગમાં વેરાશાખાની ઉપર મોટાહોલમાં યોજાયેલ નવા બોર્ડની પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાયેલ ખાસ સમગ્રસભામાં નગરના 09 વોર્ડમાથી કોંગ્રેસ, ભાજપા અને અપક્ષ સહિત ચુંટાયેલા 36 સભ્યો હાજર રહ્યા હતા. તે સિવાય પત્રકારોને હાજરી અપાઇ ત્યા સુધી બરાબર છે. પરંતુ કોઇપણ જાતની રોકટોક વગર ખાસ સમગ્રસભામાં પાલિકાના રોજમદારો, નગરજનો સહિત 200 જેટલા લોકોએ નગર પાલિકાની સમગ્રસભાનો તમાશો રૂબરૂ હાજરી આપી જોયો હતો. ખાસ સભા નામ પૂરતી સીમીત રહી ચૂંટણી ચોરો બની ગયો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થતાં જાણકારોમાં ટીકાપાત્ર બની હતી.

ડભોઇ નગર પાલિકાની સમગ્રસભા પાલિકા પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાતી હોય પ્રમુખની સંમતિ વગર કોઇપણ વધારાનો વ્યક્તિ સભાખંડમા પ્રવેશ ન લઈ શકે. ત્યારે સત્તાધારી ભાજપાના નગર પાલિકાના મહિલા પ્રમુખ કાજલબેન દુલાણી દ્વારા ખાસ સભા હોવા છતા પોટ્રોકોલ ન જાળવી જાણેકે ચૂંટણી ચોરો યોજાયો હોય તેમ બધાને જ સમગ્રસભા ખંડમા પ્રવેશ આપાયો હતો. એક તબક્કે ખાસ સમગ્રસભા મટી ચૂંટણી ચોરો યોજાયો હોય તેવુ ફલિત થયું હતું.

એટલું જ નહીં વિરોધ પક્ષ દ્વારા સત્તા પક્ષને બરાબર સાણસામાં લેતાં ખુલ્લી ચર્ચાનું આયોજન કરાયું હોવાનો ગણગણાટ પણ જાણકારોમા સાંભળવા મળ્યો હતો. આમ પાલિકાની સમગ્ર સભામા ચૂંટાયેલા પ્રતિનિધીઓ, પત્રકારો, પાલિકાના અમુક કર્મચારીઓ સિવાયના લોકોને ક્યારેય પ્રવેશ મળ્યો ન હોઈ પ્રથમ સભામા પ્રમુખની અજ્ઞાનતા છતી થવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો