ડભોઇ પોલીસમાંથી મળતી માહિતી મુજબ ફરીયાદી હસમુખભાઇ કાંતિભાઇ પાટણવાડીયા ઉ.વ.45 ધંધો ડ્રાઇવીંગ, રહે.આદર્શનગર સોસાયટી, તરસાલી, મુળ રહે.ગોજાલી, તા.ડભોઇની ફરીયાદમાં જણાવ્યા મુજબ તેઓની વડીલો પાર્જીત જમીન જેનો સર્વે નંબર-501, જેનુ ક્ષેત્રફળ 3475 છે.
જે જમીન હસમુખભાઇ પાટણવાડીયાના પિતાના ભાગે આવેલી હોય વર્ષો અગાઉ તેઓના પિતા સગીર વયની ઉમંરના હોવાથી તેમના દુરના કુટુંબીજન ચંદુભાઇ ગોપાલભાઇ પા.વા.ને ખેડાણ માટે આપેલી. જેઓના મરણ બાદ તેઓના પુત્ર નામે મનહરભાઇ ખેડાણ કરતા હતા. જેઓનુ મરણ થયા બાદ તેઓની પત્નિ નામે શારદાબેન જમીન ખેડાણ કરતા હતા. હવે જ્યારે હસમુખભાઇ કાંતિભાઇ પા.વા.એ આ ખેત જમીન જાતે જ ખેડવાનુ નક્કી કરી શારદાબેન પા.વા.પાસે જમીનનો કબ્જો લેવા ગયા હતા.
ત્યારે શારદાબેને કળધરા ગામે રહેતા દિનેશભાઇ નાથાભાઇ મકવાણા રહે.રોહીત ફળીયુ, કળધરાને જમીન ખેડાણ અર્થે આપેલી હોવાનુ જણાવી તેની પાસેથી જમીનનો કબ્જો મેળવી લેજો. મારે કંઈ લેવા દેવા નહી. તેમ જણાવી દેતા જમીન માલીક હસમુખભાઇ પા.વા.કળધરા ગામે પોતાની માલીકીની જમીનના ખેતરે ગયા ત્યારે ખેતરમાં ધારીયું લઈને ઉભેલા દિનેશભાઇ મકવાણાએ ખેતર હું ખેડું છું. ખબરદાર જમીનમા પગ મુક્યો છે તો, જાનથી મારી નાખીશની ધમકી આપી ધારીયું લઈને જમીન માલીક પાછળ દોટ મુકતા જીવ બચાવીને ભાગેલા જમીન માલીકે દિનેશ મકવાણા સામે લેન્ડ ગ્રેબીંગની ફરીયાદ આપતા પોલીસે દિનેશ મકવાણાને ફરીયાદ આધારે કસ્ટડી ભેગો કરી આગળની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.