મુશ્કેલી:વઢવાણા સિંચાઇ તળાવ સુકાઈ જતા સ્થાનિક પક્ષીઓ મુશ્કેલીમાં મુકાયા

ડભોઈ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વઢવાણા તળાવ સુકાઈ જતાં સ્થાનિક પક્ષીઓ દયનિય સ્થિતિ માં મુકાયા હાલ પણ ચાર જાતિના પક્ષીઓ છે જે તસ્વીરમાં જણાય છે. - Divya Bhaskar
વઢવાણા તળાવ સુકાઈ જતાં સ્થાનિક પક્ષીઓ દયનિય સ્થિતિ માં મુકાયા હાલ પણ ચાર જાતિના પક્ષીઓ છે જે તસ્વીરમાં જણાય છે.
  • વઢવાણા તળાવને પણ જો નર્મદાનાં નીર મળે તો ખેતીની સાથોસાથ પક્ષીઓને પણ લાભ થાય

ડભોઇ તાલુકામાં આવેલું વઢવાણા સિંચાઇ તળાવ હાલ ઉનાળાની ચાલી રહેલી ગરમીમાં સુકુભટ્ટ થઇ જતાં આગામી ખેત સિજન માટે જો વરસાદ ખેંચાય તો ખેડુતો માટે વિપદાઓ છે. પરંતું એક પક્ષી સરોવર તરીકે જોવા જઇએ તો હાલ તળાવ ખાતે સ્થાનિક પક્ષીઓમાં પેન્ટેટ સ્ટોર્ક, સ્પુનબીલ, કારડક, વાઇટ આઇબીસ જેવા પક્ષીઓ પણ જોવા મળી રહ્યા છે. જે હાલ દયનિય પરિસ્થિતિમાં મુકાઇ ગયેલાં જોવા મળી રહ્યા છે. ત્યારે સૌની યોજનાં અંતર્ગત વઢવાણા તળાવને પણ જો નર્મદાનાં નીર મળે તો આગામી ખેતી તો લાભ થાય સાથોસાથ સ્થાનિક પક્ષીઓને પણ લાભ થાય તેમ છે.

ગાયકવાડી શાશનમાં સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા ડભોઇ તાલુકાનાં ખેડુતોને સિંચાઇ માટે 20 કિમીનાં સરાઉન્ડીંગ વિસ્તાર ધરાવતું વિશાળ તળાવનું નિર્માણ કરવામાં આવ્યુ હતું. જેનો લાભ તો ડભોઇ અને સંખેડા તાલુકાનાં 32 જેટલાં ગામોની ખેતીને મળતો રહ્યો છે. શિયાળો શરૂ થતાં આજુબાજુનાં ઠંડા દેશોમાંથી ત્યાંનાં આકર્ષક રંગબેરંગી જાતજાતનાં પક્ષીઓ મોટી સંખ્યામાં અહીં આવી 3 માસ જેટલો વિસામો લેતા જોવા મળી રહ્યા છે. તેની સાથે સ્થાનિક પક્ષીઓ પણ મોટી સંખ્યામાં આવતાં હોય છે. 

ચાલુ સાલે હાલ ઉનાળાને લઇને તાપમાનનો પારો પણ હાલ 43થી 44 ડિગ્રી રહ્યો હોય આ તળાવ પણ હાલ એકદમ સુકુભટ્ટ થઇ ગયું છે. આગામી ચોમાસાને હજુ દોઢ માસ બાકી છે. આવા સંજોગોમાં વિદેશી પક્ષીઓ તો માઇગ્રેડ થઇ પોતાનાં માંદરે વતનની વાટ પકડી લીધી છે. પરંતું સ્થાનિક પક્ષીઓમાં હજુ પણ તળાવમાં થોડા બચેલાં ખાબોચિયાનાં સહારે ચાર જાતિનાં પક્ષીઓમાં પેન્ટેટ સ્ટોર્ક, સ્પુનબીલ, કારડક, વાઇટ આઇબીસ હાલ પણ જોવા મળી રહી છે. તેઓ માટે ખાબોચીયામાંથી ખોરાક શોધવો મુશ્કેલ છે. ત્યારે કેટલાંક પક્ષી પ્રેમીઓ તો વળી ખેડુતો એમ પણ ઇચ્છી રહ્યા છે.

સરકાર દ્વારા સૌની યોજનાં અંતર્ગત જેમ સૌરાષ્ટ્ર, કચ્છ સુધી નર્મદાનાં નીર પહોંચાડી ત્યાં તળાવો ભરાય છે. ત્યારે આ તળીવની તો નજીકથી જ નર્મદાની કેનાલો પસાર થાય છે. ત્યારે આ યોજનાનો લાભ અહીનાં ખેડુતોને પણ મળે અને જો ખાલી તળાવ હાલ ભરવામાં આવે તો ખેડુતો માટે આગામી સિઝનમાં જો વરસાદ લંબાય તો ડાંગરનો ઘરૂ પકવી શકે સાથો સાથ સ્થાનિક પક્ષીઓને માઇગ્રેડ થઇ બીજો વિસામો શોધવા ન પડે અને બારે માસ આ તળાવ રંગબેરંગી પક્ષીઓથી શુશોભિત રહે એવું પંથકની પ્રજા પણ ઇચ્છી રહી છે.

અન્ય સમાચારો પણ છે...