તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરીક્ષા:ડભોઇની લૉ કોલેજ ખાતે LLBના છેલ્લા સેમિસ્ટરની પરીક્ષા યોજાઇ

ડભોઇ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓફ લાઈન પરીક્ષામાં 73 વિદ્યાર્થીઓએ ભાગ લીધો
  • સરકારની ગાઈડ લાઈનનું સંપૂર્ણ પાલન કરાયું

કોરોના મહામારીને કારણે પાછલા ઘણા સમયથી સ્કુલ, કોલેજ અને ટ્યુશન કલાસ સહીતના શિક્ષણ માધ્યમો પણ સદંતર બંધ રહ્યા બાદ હવે કોરોના કહેર ધીમો પડતા ડભોઇની સેલ્ફ ફાઇનાન્સ લો કોલેજ ખાતે એલ.એલ.બી.નો અભ્યાસ કરતા 73 વિધાર્થીઓની છેલ્લા સેમિસ્ટરની પરીક્ષા યોજાઇ હતી. ઓફ લાઇન પરીક્ષામા વિધાર્થીઓએ સરકારની ગાઇડ લાઇનનુ સંપુર્ણ પાલન કરી શાંતિપુર્ણ વાતાવરણમા પરીક્ષા આપી હતી.

​​​​​​​ડભોઇની સ્વ.એમ.એફ. વૈધ સેલ્ફ ફાઇનાન્સ લો કોલેજની પ્રથમ બેચ ચાલુ વર્ષે બહાર પડશે. જેની બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના ધારાધોરણ મુજબ પરીક્ષા લેવાઇ રહી છે. ડભોઇની લો કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીઓએ કોરોના કાળના ગ્રહણમા પણ એક બાદ એક છ સેમેસ્ટરની પરીક્ષાઓ આપી અભ્યાસમા આગળ વધી એલ.એલ.બી.નો અભ્યાસ પૂર્ણ કરી સનદ લઈ આગળ વધશે. જ્યારે કોલેજના સંચાલકો દ્વારા આગળના સમયમા એલ.એલ.એમ.ના અભ્યાસ કોર્ષની શરૂઆત પણ આવતા વર્ષથી ડભોઇ લો કોલેજ ખાતે કરવામા આવનાર હોવાનુ આયોજન કરાયુ છે.

લો કોલેજમા શરૂ થયેલ ફાઇનલ સેમેસ્ટરની ઓફ લાઇન પરીક્ષા આપવા બેઠેલા કાયદાના વિધાર્થીઓએ સરકારી ગાઇડ લાઇન મુજબ સામાજિક અંતર સાથે મોઢાપર માસ્ક અને સેનેટાઇઝરનો ઉપયોગ કરી કોઇપણ જાતના ડર વિના સંપુર્ણ સજાગ રહી પરીક્ષા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...