તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માતનો ભય:ડભોઇના ચનવાડા નજીક નર્મદા કેનાલ પર બનેલા મિનિ બ્રિજના સાંધા ખુલ્યા

ડભોઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડભોઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતો રાજ્ય ધોરીમાર્ગ પર ચનવાડા નજીકની કેનલના મીની બ્રિજમાં તીરાડો પડી ગયેલી તસવીરમાં જણાઈ આવે છે. - Divya Bhaskar
ડભોઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતો રાજ્ય ધોરીમાર્ગ પર ચનવાડા નજીકની કેનલના મીની બ્રિજમાં તીરાડો પડી ગયેલી તસવીરમાં જણાઈ આવે છે.
  • રાત્રી મુસાફરી કરતાં વાહન ચાલકોને બ્રિજ પરથી પસાર થતાં અકસ્માતનો ભય
  • વહેલી તકે માર્ગ મકાન વિભાગ દ્વારા સમારકામ કરવામાં આવે તેવી લોક માગ

ડભોઇ તિલકવાડા થઈ સ્ટેચ્યું ઓફ યુનિટી જવાનો માત્ર ત્રણ વર્ષ પૂર્વે જ બનેલો ફોરલેન્ડ રોડ આવેલા નદીના નાળા પણ તે સમયે બન્યા હતા. જેમાં તાલુકાના ચનવાડા નજીકથી પસાર થતી નર્મદા કેનાલ ઉપર આવેલ બ્રિજ ઉપરનો એક તરફના રોડના સાંધામાંથી બે ભાગ પડી જતા રોડની મધ્યમાં મોટી તિરાડ પડી છે. રાત્રી મુસાફરી કરતાં વાહન ચાલકોમાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. વહેલી તકે માર્ગ મકાન વિભાગ આ રોડનું સમાર કામ કરાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

ડભોઇથી સ્ટેચ્યું ઓફ યુનિટી કેવડીયાને જોડતો ફોર ટ્રેક રોડ આશરે ત્રણ વર્ષ પૂર્વે નાયબ મુખ્ય મંત્રી નિતિનભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ પામ્યો હતો. જેતે સમયે આ રોડ ઉપરથી સ્ટેચ્યું ઓફ યુનીટનું લોકાર્પણ હતું. ત્યારે અધીકારીઓના અવર જવર માટે રોડનું કામ ઝડપી કરવામાં આવ્યું હતું. જેમાં કેટલીક ખામીઓ રહી જવા પામી હતી.

વરસાદી સિઝનમાં રોડ ધોવાતા કેટલીક જગ્યા એ ખાડા પડ્યા હતા. તો તાલુકાના ચણવાડા ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલ ઉપર પણ ફોર ટ્રેક બ્રિજ બનાવાયો હતો. તે બ્રિજ ઉપર પણ કામ તકલાદી અને નીચી ગુણવત્તાનું થયું હોઇ છેલ્લા એક વર્ષથી આ બ્રિજ ઉપરના રોડની મધ્યમાં મોટી તિરાડ પડી છે. જેને પગલે રાત્રી મુસાફરી કરતાં બાઇક સવારો તેમજ કાર ચાલકોના ટાયર આ તિરાડમાં ફસાઈ જવાને પગલે અકસ્માત નોતરી રહી છે. વહીલી તકે માર્ગ મકાન વિભાગ આ તરફ ધ્યાન દોરી તિરાડનું રિપેરિંગ કામ કરાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...