ગાડી પલટી મારી:ડભોઇના અકોટી પાસે જીપ ડિવાઈડર પર ચઢી ઊંધી પલટી ગઈ

ડભોઇ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નસવાડી વીજચોરીનું ચેકિંગ કરવા કર્મીઓ જતા હતા
  • અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી

નસવાડી ખાતે વિજચોરીનુ ચેકિંગ કરવા નિકળેલા વડોદરા વિભાગીય કચેરીના MGVCL વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીનો જમ્બો કાફલો વાયા ડભોઇ થઈ તિલકવાડા તરફે વહેલી સવારે જઈ રહ્યો હતો. ત્યારે અકોટી ગામ પાસે વીજ કર્મચારીઓની બોલેરોનો ચાલક સામેના વાહનની લાઇટથી અંજાઇ જતા માર્ગની વચ્ચેના ડીવાઇડર પર ગાડી ચઢાવી દીધા બાદ કાબુના રહેતા પલટી મારી હતી. વીજ કર્મચારીઓની ગાડી આકસ્મિક પલટી મારતા જીપમા બેઠેલા કર્મચારીઓના જીવ તાળવે બંધાયા હતા. જો કે સદનસીબે કોઇ જાનહાની થઈ ના હતી.

વડોદરા સ્થિત MGVCLની વિભાગીય કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ નસવાડી તાલુકામા વેજચોરીની ઉઠેલી ફરીયાદોને લઈ સવારે નસવાડી ખાતે વિજ ચેકિંગમા જઈ રહ્યા હતા. વિજ કર્મીઓનો કાફલો ડભોઇ પસાર કરી તિલકવાડા માર્ગ પર આગળ વધતા ઓરસંગ બ્રીજ ક્રોસ કરી અકોટી પાસે પહોંચતા તેમાની એક મહીંદ્રા બોલેરો જીપના ચાલકે સામેથી આવતા વાહનની લાઇટનો તિવ્ર પ્રકાશ પોતાની આંખો પર જ પડતા અંજાઇ જતા કારના સ્ટેરીંગનો કાબુ ગુમાવતા કાર ડીવાઇડર પર ચઢી ગયા બાદ ડભોઇ તિલકવાડા મુખ્યમાર્ગ પર પલટી પટકાઇ હતી.

સદનસીબે કોઇ જાનહાની થઈ ના હતી. અકસ્માતની ખબર પડતા MGVCLના તમામ વાહનો ઉભા થઈ ગયા હતા. જે કે કઈ નુક્શાન ના થયેલ હોઈ પલટી મારેલી બોલેરો ગાડી સિવાયના તમામને કામગીરી માટે રવાના કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...