ભાસ્કર વિશેષ:રાજ્યના ગૃહ મંત્રીએ કાયાવરોહણની મુલાકાત લીધી

ડભોઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડભોઇના કાયાવરોહણ ખાતે યોગા 2021માં ભાગ લેવા રાજ્યના ગૃહ મંત્રી પહોંચ્યા હતા. - Divya Bhaskar
ડભોઇના કાયાવરોહણ ખાતે યોગા 2021માં ભાગ લેવા રાજ્યના ગૃહ મંત્રી પહોંચ્યા હતા.
  • યોગની સ્ટ્રીટ ચેમ્પિયનશિપ 2021માં ભાગ લેવા માટે પહોંચ્યા હતા
  • ​​​​​​​જ્યારથી PM મોદી દ્વારા યોગ ઉપર ભાર અપાયો છે ત્યારથી તમામ ક્ષેત્ર ઉપર યોગ કરતા લોકો નજરે પડે છે : હર્ષ સંઘવી

રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા મંત્રી બન્યા બાદ ડભોઇ તાલુકાના કાયાવરોહણ ગામે પ્રથમ મુલાકાત લીધી હતી. જેમાં યોગની સ્ટ્રીટ ચેમ્પિયનશિપ 2021માં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. જ્યાં ગુજરાતના સ્ટેટ કક્ષાએ પોતાના નામ મેળવેલા યોગ ચેમ્પિયન દ્વારા યોગના અલગ અલગ આસાનો બતાવવામાં આવ્યા હતા. ગૃહ મંત્રી હર્ષ સંઘવીની પ્રથમ મુલાકાતને લઇને પોલીસ વિભાગ સતત થઈ ગયું જેને લઇને એસટી સુધીર દેસાઈ ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ સહિતનો કાફલો ખડેપગે તૈનાત રહેવા આવ્યો હતો.

એટલું જ નહીં કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે યોગનું નામ આવે એટલે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ યાદ આવે કારણ કે 2015 સુધી યોગ બહુ ઓછા લોકો જાણતા હતા. પરંતુ જ્યારથી પ્રધાનમંત્રી દ્વારા યોગ ઉપર ભાર આપવામાં આવ્યો છે ત્યારથી જ તમામ ક્ષેત્ર ઉપર યોગ કરતા લોકો નજરે પડે છે. આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિની વકીલ, જિલ્લા પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ લોપબેન પટેલ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...