મતદાન:51 ગ્રામ પંચાયતોની ચૂંટણી ઉમેદવારોનું ભાવિ ઘડાશે

ડભોઇએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકાની 55માંથી 4 ગ્રામ પંચાયતો સમરસ થઈ
  • બે પંચાયતોના સરપંચો, 1-1 વોર્ડ પણ બિનહરીફ

ડભોઇ તાલુકાની 55 ગ્રામ પંચાયતોમાંથી 04 ગ્રામ પંચાયતો સમરસ થવા પામી હતી. જ્યારે બાકીની બે પંચાયતોના સરપંચો તેમજ 1-1 વોર્ડ પણ બિનહરીફ થયા હતા. જેથી 19મીના રોજ બાકી રહેલ 51 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન થવાનું હોવાથી કોલેજ ગ્રાઉન્ડથી પ્રિસાઇંડીંગ ઓફિસર અને ચૂંટણી અધિકારી દ્વારા કર્મચારીઓને કામગીરીની વહેચણી તેમજ ચૂંટણી સામગ્રી આપી ફરજ સ્થળ પર રવાના કરાયા હતા. ડભોઇ કોલેજ ગ્રાઉન્ડ ખાતે ગ્રામ પંચાયતોની ચૂંટણીની પ્રક્રીયા માટે મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણીની ફરજમા રોકાયેલા તમામ કર્મચારીઓને પોતાના ફરજ સ્થળે રવાના કરવા માટે ભેગા કરાયા હતા.

જ્યા આદર્શ આચારસંહિતા સહિત મતદાન મથકો પર કરવામાં આવતી ફરજરૂપ કામગીરી, કાયદો વ્યવસ્થા માટે પોલીસ કુમક અને મતદાન પેટીઓને મારવામાં આવતી સીલ, બેલેટ પેપર, સાહી, સ્લીપો તેમજ ચૂંટણી સામગ્રીની તમામ ચીજવસ્તુઓ કોરોના સંક્રમણને લઈ સેનિટાઇઝર, ગ્લોવ્ઝ, માસ્ક સહિત તકેદારીના તમામ પાસાઓની ચાકસણી કરી સામગ્રી પુરી પડાઇ હતી. આમ ડભોઇ તાલુકાની ગ્રામ પંચાયતોની યોજાનારી ચૂંટણી માટે મતદાન મથકો પર સરકારી સ્ટાફ રવાના કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...