તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સર્જરી:તબીબે સર્જરી કરી મહિલાના પેટમાંથી 8થી 10 કિલોની ગાંઠ કાઢી

ડભોઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડભોઇ રેફરલ હોસ્પિટલના તબીબોએ 66 વર્ષીય મહિલાના પેટમાં રહેલી ગાંઠનું સફળ ઓપરેશન કરી બહાર કાઢી હતી. - Divya Bhaskar
ડભોઇ રેફરલ હોસ્પિટલના તબીબોએ 66 વર્ષીય મહિલાના પેટમાં રહેલી ગાંઠનું સફળ ઓપરેશન કરી બહાર કાઢી હતી.
  • વડોદરાની મહિલા દર્દીનો ઈલાજ ડભોઈ રેફરલ હોસ્પિટલમાં વિના મૂલ્યે થતાં પરિવારજનોમાં આનંદ

ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે કરી સર્જરી કરી મહિલા દર્દીના પેટમાંથી આશરે 8થી 10 કિલોની ગાંઠ બહાર કાઢવામાં આવી હતી. અનેક હોસ્પિટલો ફરીને આવેલ વડોદરા શહેરની મહિલા દર્દીનો ઈલાજ ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે થતાં દર્દીના પરીવારજનોમાં આનંદની લાગણી અનુભવી હતી.

વડોદરા શહેર હરણી રીંગરોડ વારસિયા વિસ્તારમાં રહેતી 66 વર્ષીય ચંદ્રિકાબેન ચૌહાણને છેલ્લા ઘણા સમયથી પેટમાં ગાંઠ હતી. જે દિવસે દિવસે વધી રહી હતી. અને અસહ્ય દુખવાથી મહિલા પીડાઈ રહી હતી. વડોદરામાં અનેક હોસ્પિટલોમાં બતાવ્યા પણ ખૂબ ખર્ચો ઓપરેશન માટે થતો હોઈ મહિલાના પરિવારજનોની આર્થીક પરિસ્થીતી નબળી હોઈ ઓપરેશન કેમ કરાવે?

આખરે આ મહિલા દર્દી અને કુટુંબીજનોએ ડભોઇ રેફફરલ હોસ્પિટલ ખાતે વડોદરાથી આવી પહોંચ્યા હતા અને ડો.અજય સિંહને મહિલાએ પોતાના પેટમાં ગાંઠ વિષે સારવાર માટે બતાવતા રેફરલ હોસ્પિટલના તબીબ એમ. એસ. સર્જન અજય સિંહે વિનામૂલ્યે તાત્કાલિક ઓપરેશન માટેની તૈયારીઓ બતાવી હતી. તેઓ સહિત ડો.વિજયભાઈ શેઠ, ડો.દીપ પટેલ, સહિત સુરહબેન વસાવા અને છગનભાઈ ચૌહાણ મેડીકલ ટીમ દ્વારા તેમનું ગાંઠની સર્જરી સફતા પૂર્વક કરી મહિલાના પેટમાંથી આશરે 8થી 10 કિલોની સાદી ગાંઠ દૂર કરવામા આવતા માનવતાની મહેક પ્રસરી જવા પામી હતી. ત્યારે મહિલાના પરિવારજનોએ ડોક્ટર અજય સિંહ અને તેમની ટીમનો ખુબ આભાર માન્યો હતો અને ડોક્ટર સહિતની ટીમને વૃદ્ધ દર્દી મહિલા ચંદ્રિકાબેને આશીર્વાદ પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...