દુર્ઘટના:મકાનની દીવાલ ધરાશાયી થતાં દબાઈ ગયેલા વૃદ્ધનું મોત

ડભોઇ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડભોઇના તરસાણા ગામે વરસાદી કામગીરી કરતા બનેલી ઘટના

ડભોઈ તાલુકાના તરસાણા ગામે નવીનગરીમાં રહેતા હંસાબહેન ગોવિંદભાઈ પટેલના ધરની દીવાલ જર્જરિત હોવાથી ચોમાસા ના વરસાદ આવતા પહેલાં દિવાલ ની મરામત માટે દિવાલ ઉતારવા ની ચાલતી હોવાથી મદદમાં મજુર સાથે દીવાલ ઉતારવા મેડા પર મદદ માટે રહેલા વૃધ્ધ બળદેવભાઈ રમણભાઈ પટેલ ઉપર દીવાલ ઢસડી પડતા બળદેવભાઇ દીવાલ નીચે દબાઈ જતાં ત્યાં કામ કરતા મજૂરો તથા આજુબાજુના લોકો દોડી આવ્યા દબાયેલા અને લોકોએ દીવાલનો કાટમાળ ખસેડી બહાર કાઢ્યા પરંતુ વૃદ્ધ ના છાતીનાં ભાગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

જેથી તેઓનો તરત જ હોસ્પિટલ લઈ જવાના હેતુથી 108ની મદદ લેવામાં આવી હતી. તપાસ બાદ 108 ના તબીબો દ્વારા વૃધ્ધ ને મરણ જાહેર કરતા 108 માં પી એમ માટે ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...