પ્રસાર પ્રચાર:ડભોઇ આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય મેળો યોજવા તડામાર તૈયારીઓ કરાઇ

ડભોઇએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડભોઈ CHC ખાતે મંગળવારે જુદીજુદી બિમારીઓની સારવાર હેતુ હેલ્થ મેળો યોજાશે. - Divya Bhaskar
ડભોઈ CHC ખાતે મંગળવારે જુદીજુદી બિમારીઓની સારવાર હેતુ હેલ્થ મેળો યોજાશે.
  • ડભોઈ CHCમાં 19 એપ્રિલે હેલ્થ મેળો યોજાશે

વડોદરા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાભરમા તાલુકા મથકો પર ગરીબ મેળાની જેમ બ્લોક હેલ્થ મેળો યોજવાનુ નક્કી કરાયુ છે. જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય અધિકારીએ ડભોઇ CHC ખાતે જુદીજુદી બિમારીઓની સારવાર અને ચાકસણી હેતુ આગામી તા. 19 એપ્રિલને મંગળવારના રોજ હેલ્થ મેળો યોજાશે. જેનો વધુમા વધુ લાભ ડભોઇ સહીત ગ્રામ્ય વિસ્તારોના લોકો લે માટે પ્રસાર પ્રચાર કરાઇ રહ્યો છે.

હેલ્થ મેળાના આયોજન માટે અને ગરમીમા રાહત માટે સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે મંડપ બાંધવાનુ શરુ કરાયુ છે. રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય અને શિક્ષણ સુધારા માટે કમરકસી હોય તેમ હવે તાલુકા સ્તરે હેલ્થ મેળા યોજવાનુ નક્કી કરાયુ છે. જેના ભાગરુપે વડોદરા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય તિલાવતની સુચના અને માર્ગદર્શન હેઠળ ડભોઇ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. ગુડીયારાણીસિંહા દ્વારા તાલુકા કક્ષાનો પ્રથમ હેલ્થ મેળો આગામી તા-19 અપ્રિલે ડભોઇ સામુહીક આરોગ્ય કેંદ્ર (સરકારી દાવાખાના) ખાતે યોજવા માટે ની તમામ તૈયારીઓ કરી દેવાઇ છે.

જેમાં આંખના રોગોને લગતી તપાસ, ડાયાબીટીશ, બ્લડ્પ્રેસર, કાનની સારવાર, ચામડીના રોગ, દાંતની તપાસ, નાના બાળકોની તપાસ, સ્ત્રી રોગ સારવાર, PM JAY કાર્ડ, યોગાશન સહીત બ્લડ ડોનેશન કેમ્પની સેવાઓ એક જ જગ્યાએ હેલ્થ મેળાના દિવસે સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધીમા મળી રહેશે. જેનો લાભ લેવા લોકોને વોટ્સએપ સોશ્યલ મીડીયા સહીત પ્રચાર પ્રસારના માધ્યમો દ્વારા તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા પ્રચાર કરવામા આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...