ગ્રામજનોમાં ફફડાટ:ડભોઇના વઢવાણા રોડ ઉપર મગર સહેલગાહે નીકળ્યો

ડભોઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજુબાજુના ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો

ડભોઇ તાલુકાના વઢવાના રોડ ઉપર લટાર મારતા મગરને જોઈ સ્થાનિકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. ડભોઇ પંથકમાં હાલ વરસાદી મોસમ ચાલુ થઈ ગઇ છે, ત્યારે જળચર પ્રાણીઓ બહાર નિકળવાના શરૂ થયા છે. તેવામાં ડભોઇ નગરના વઢવાના જવાના માર્ગ ઉપર ભાથુંજી નગર સોસાયટીના વળાંક પાસે રોડ ઉપર એક 7 ફૂટનો મગર જોવા મળતા સ્થાનિકોમા ફફડાટ જોવા મળ્યો હતો.

જોકે આ મગર નગરમાં કેવી રીતે આવ્યો તે પ્રશ્ન ઉભા થયા છે. સ્થાનિકો વનવિભાગનો સંપર્ક કરે તે પૂર્વે જ મગર બાજુમાં આવેલ વરસાદી કાન્સમાં ઉતરી ગયો હતો. જોકે વન વિભાગને જાણ કરતા વન વિભાગ દ્વારા મગરને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. રહેણાક વિસ્તારમાં મગર રોડ ઉપર લટાર મારતા જોવા મળતા સ્થાનિકોમાં ફફડાટ જોવા મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...