તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડભોઇ નગરમા આવેલ જુદીજુદી જગ્યાએ જાહેર સેવામા સ્થપાયેલ પીવાના પાણીની પરબોની જર્જરીત અને બદ્દતર હાલત થઈ હોય પીવાના પાણીની પરબોની સાફસફાઇ થતી ન હોય તેમજ ઠંડા પાણીના કુલર પણ વર્ષોથી બંધ પડી ભંગારમા ફેરવાઇ ગયા હોય હાલતો માત્ર પરબો પર સેવામા સ્થાપના કરેલ સંસ્થાની તક્તીઓ જ ટાંકી પર નજરે પડે છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી ડભોઇ ના બજારમા ખરીદી અર્થે આવતા ગરીબ અને શ્રમજીવી લોકો ટાંકીના પાણી પી લાયબળતી ગરમીમા તૃષા છીપાવી રહ્યા છે.
ડભોઇમાં જુદીજુદી જગ્યાએ પીવાના પાણી માટે લોકસેવાર્થે 7 જેટલી પરબો દાતાઓના સહયોગથી નગર પાલિકા દ્વારા સ્થાપના કરાઇ હતી. જેમાં ડભોઇ ટાવર ચોકમા, લાલબજાર કન્યાશાળા બિલ્ડીંગ ખાતે, વડોદરી ભાગોળ કિલ્લા પાસે, રંગ ઉપવન બગીચામા, શિનોર ચોકડી પોલીસ ચોકી પાસે, નાદોદી ભાગોળ પોલીસ ચોકીની બાજુમા તેમજ એસ.ટી. ડેપો બહાર અને હીરાભાગોળ બહાર કરણેટ માર્ગ પર પીવાના પાણીની મફત અને જાહેર સેવા અર્થે દાતાઓના સહયોગથી સ્થાપના કરવામા આવી હતી.
જેમાં ટાવર ચોકની પરબ, એસ.ટી.ડેપો. રંગ ઉપવન બગીચા, શિનોર ચોકડી અને કન્યાશાળા પાસેની પરબોમા ઇલેક્ટ્રીક કુલર પણ મુકાયેલા હોય ઠંડા પાણીની વ્યવસ્થા કરાઇ હતી. ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં નગરજનો સહીત ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો પોતાની તરસ છીપાવી સંતોષ માનતા હતા. હવે માનવતા જ મરી પરવારી હોઈ સેવા કરતા મેવામાં જ લોકોને રસ હોય વર્ષોથી બંધ પડેલ પરબોની સફાઇ કે કુલર નંખાવી સેવા પુર્વરત કરવામા કોઇને રસ રહ્યો નથી. પરબ સુધી જતા તરસા લોકો નિસાશા નાખી રહ્યા છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.