તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાદગીપૂર્ણ ઉજવણી:ડભોઇ બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામના જન્મદિનની સેવાકીય પ્રવૃત્તિ સાથે ઉજવણી કરાઇ

ડભોઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
દર્દીઓને ફળ તેમજ અન્ય સામગ્રીનું વિતરણ કરાયું. - Divya Bhaskar
દર્દીઓને ફળ તેમજ અન્ય સામગ્રીનું વિતરણ કરાયું.
  • બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામની જન્મ જયંતીની સાદગીપૂર્ણ ઉજવણી

શુક્રવારે અખાત્રીજ ભગવાન પરશુરામના જન્મ દિવસની ડભોઇના બ્રાહ્મણો દ્વારા સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પરશુરામ સેના પ્રમુખ ચિરાગ.ડી. જોશીના નિવાસ્થાને કોરોનાની ગાઇડલાઇનને ધ્યાનમાં લઇ ગણતરીના ભૂદેવો એકત્ર થઈ પ્રથમ તો વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતાની ઉપસ્થિતિમાં ભગવાન પરશુરામજીના જયઘોષ સાથે આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ રેફરલ હોસ્પિટલ ખાતે સેવાકીય પ્રવૃત્તિમાં પરશુરામ સેના દ્વારા આ દર્દીઓને ફળ ફૂલનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેની સાથે બ્રહ્મ સમાજ દ્વારા દર્દીઓ તેમજ રેફરલ હોસ્પિટલના સ્ટાફ માટે કોરોના કહેરને ધ્યાનમાં લઇ તબીબ તેમજ નર્સિંગ સ્ટાફ માટે સેનિટાઈઝર ગ્લોઝ માસ્ક સાથે કોરોના વોર્ડની અંદર પોતું કરવા માટે અસરકારક પ્રવાહી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ તબક્કે ઉપસ્થિત વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે જેમ પૃથ્વીની સાત વાર પ્રદક્ષિણા ફરી અનિષ્ટ તત્વોનો નાશ કર્યો હતો. એ જ રીતે આજના યુગમાં કોરોના રૂપ રાક્ષસનો ભગવાન પરશુરામ નાશ કરે તેવી પ્રાર્થના કરી હતી. આ તબક્કે ડભોઇ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ ડભોઇ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર સંદીપ શાહ વડોદરા મહાનગર પાલિકાના કોર્પોરેટર આશિષ જોશી ડભોઇના ડોક્ટર બી.જે બ્રહ્મભટ્ટ અશ્વિન વકીલ બ્રહ્મ સમાજના ભુપેન્દ્ર જોશી દિપક જોશી, સંજય પંડિત સહિત સૌ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...