ભાસ્કર વિશેષ:કોમી એકતા, ભાઇચારા સાથે દરેક જીવ પ્રત્યે દયાભાવ રાખવો એ ઈસ્લામનો ઉદ્દેશ : સૈયદ મોહમ્મદ અશરફ

ડભોઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
જશ્ને શાને મૌલા અલી વ શાને પંજતને પાક બેનર હેઠળ કાર્યક્રમ. - Divya Bhaskar
જશ્ને શાને મૌલા અલી વ શાને પંજતને પાક બેનર હેઠળ કાર્યક્રમ.
  • ડભોઇના મહેતા પાર્ક ખાતે તકરીરના કાર્યક્રમમાં શ્રોતાઓને સંબોધન કર્યું

ડભોઇના મહેતા પાર્ક ખાતે જશ્ને શાને મૌલા અલી વ શાને પંજતને પાકના મોકા પર ખાનવાદાએ સિલસિલાએ અસરફિયા અને કાદરીયાના વિશ્વ પ્રસિદ્ધ ધર્મગુરુ અને હુજૂર સરકારે કલાના પોત્ર હજરત સૈયદ મોહંમદ અશરફિયુલ જીલાની કિછોછવી સાહેબની પધરામણી થતા તેમના અનુયાયીઓ તથા એહલે સુન્નત વલ જમાઅતના અનુયાયીઓમાં ખુશીની લહેર પ્રસરી હતી.

સૈયદ બડા મિયાના ઇસાલે સવાબ માટે યોજાયેલા તકરીરના કાર્યક્રમ સૈયદ મોહંમદ અશરફ સાહેબે પોતાના વક્તવ્યમાં ઉપસ્થિત શ્રોતાઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે વિશ્વભરના દરેક વ્યક્તિને “નફરત કિસી સે નહીં મહોબ્બત સબ કે લિયે” સૂત્ર અંતર્ગત સર્વ જીવ સાથે મોહબ્બત રાખો અને પોતાના દિલમાંથી નફરતને બહાર કાઢો ઔનો પેગામ આપ્યો હતો અને સૈયદ સાદાત નાનો હોઇ કે મોટો અમીર કે ગરીબ તમામ સૈયદ સાદાતને મોહબ્બત કરો અને તેઓને સન્માન આપો ઓલ ઈન્ડિયા ઉલ્માં મશાઈખ તરફથી પૂરી દુનિયાને ઇન્સાનિયતથી સબક આપો ઇન્સાનિયત શું છે તેને જાણવું અને નફરત કોઈનાથી નહીં મહોબ્બત સર્વે લોકોના લીધે છે.

દરેક માનવીને માનવી સમજી આપણે તેની જરૂરતો અને તકલીફોનો અહેસાસ કરી તેને દૂર કરવાના પ્રયત્નો કરવા જોઈએ.આ પ્રોગ્રામમાં હુજૂર સૈયદ મોહંમદ અશરફ જિલ્લાની કીછોછવી સાહેબ સાથે સૈયદ શેરેઅલી બુખારી સાહેબ સૈયદ તાહિરૂલ કાદરી સાહેબ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...