તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંદોલનની ચીમકી:ખેડૂતોની સ્થાનિક માંગણીઓ ન સંતોષાતાં આંદોલનના એંધાણ

ડભોઈ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
લઠ્ઠાપુરા ખાતે યોજાયેલી મીટિંગમાં એકત્ર થયેલા ખેડૂતો. - Divya Bhaskar
લઠ્ઠાપુરા ખાતે યોજાયેલી મીટિંગમાં એકત્ર થયેલા ખેડૂતો.
 • ડભોઈના લઠ્ઠાપુરામાં રવિવારે ખેડૂતો અને કિસાન સંઘની સાંજે મિટિંગ યોજાઈ

ડભોઇ તાલુકાનો ભારતીય કિસાન સંઘ તેઓની સ્થાનિક માગણીઓ ન સંતોષાતા હવે આંદોલનના મુડમાં આવી ગયો છે. રવિવારે તાલુકાના લઠ્ઠાપુરા ગામે સાંજના મીટીંગ બોલાવી વારંવાર સ્થાનિક પ્રશ્નોને લઇ આવેદનપત્ર આપવા છતાં તંત્રનો કોઈ પ્રત્યુતર ન આવેલ હોવાથી આગામી ટુંકા દિવસોમાં ગાંધીજી ચિંધ્યા માર્ગે આંદોલન તેમ છતાં કોઈ જવાબ ન મળે તો જલદ આંદોલન કરવાનો આખરી નિર્ણય પણ લેવામાં આવ્યો હતો.ડભોઈ સેવા સદન ખાતે ગત 2 ડિસેમ્બરના રોજ ભારતીય કિસાન સંઘની અધ્યક્ષતામાં ડભોઈ તાલુકાના ખેડૂતો પોતાના પ્રશ્નોમાં એ.પી.એમ.સી.માં ખેડૂતોના તમામ પાક જેવાકે દિવેલા, ઘઉં, જુવાર, મકાઈ અને તુવેર તથા અન્ય પાકોને પણ બજાર સમિતિ દ્વારા ખરીદ કરવામાં આવે તથા ખેડૂતોની વિવિધ સમસ્યાઓને લઈ ભારતીય સંઘની અધ્યક્ષતામાં સાથે જિલ્લા સંયોજક સુરેશભાઈ પટેલ, ઉપ પ્રમુખ ધવલભાઈ પટેલ અને મંત્રી મહેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ખેડૂતો દ્વારા ડભોઈ એસ.ડી.એમ., શિવાની ગોયલ, ડભોઈ મામલતદાર અને ડભોઈ એપી.એમ.સીને આવેદનપત્ર પાઠવ્યું હતું.

પરંતુ આજદિન સુધી ડભોઈ તાલુકાના ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ ન આવતા ભારતીય કિસાન સંઘના તાલુકાના પ્રમુખ સુરેશ પટેલની અધ્યક્ષતામાં ખેડૂતોની એક મિટિંગ તાલુકાના લઠ્ઠાપુરા ગામે રવિવારની સાંજના 4 કલાક બાદ યોજવામાં આવી હતી. આ તબક્કે ભારતીય કિસાન સંઘના મેહુલભાઈ પટેલે જણાવ્યું હતું કે આગામી બે દિવસમાં અમો ડભોઈ પ્રાંત અધિકારીને ફરી આવેદનપત્ર આપીશું. ત્યાર પછી જો અમારી માંગણીઓ સંતોસાય નહીં તો ડભોઈ તાલુકાના ખેડૂતો દ્વારા આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશુ અને જરૂર પડે અમે ખેડૂતો અહિંસાનો માર્ગ અપનાવી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ જાહેરાત કરાઈ હતી. જ્યારે વધુ જણાવતા પ્રમાણે આગામી બે દિવસમાં ભારતીય કિસાન સંઘ અને ડભોઈ તાલુકાના ખેડૂતો દ્વારા ડભોઈ નાયબ કલેક્ટરને આવેદન પત્ર પાઠવીસુ અને પછી પણ સંતુષ્ટ જવાબ ન મળે તો ભારતીય કિસાન સંઘે ઉપવાસ પર બેસવાની ચિમકી પણ ઉચ્ચારાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો