પાઇપ લાઈનમા ભંગાણ:ડભોઈમાં પાણીની લાઇનમાં ભંગાણ થતાં કોલેજની 80 ફૂટની દીવાલ ધરાશાયી થઈ

ડભોઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડભોઇ કોલેજ રોડ ઉપર પીવાના પાણીની પાઇપ લાઈનમા ભંગાણ સર્જાતાં કોલેજની દીવાલ ધરાસાયી થઈ તે દ્રશ્યમાન થાય છે. - Divya Bhaskar
ડભોઇ કોલેજ રોડ ઉપર પીવાના પાણીની પાઇપ લાઈનમા ભંગાણ સર્જાતાં કોલેજની દીવાલ ધરાસાયી થઈ તે દ્રશ્યમાન થાય છે.
  • ડભોઇ કોલેજ રોડ વિસ્તારની સોસાયટીઓમાં પાણીની કટોકટી સર્જાય તેવી પરિસ્થિતિ
  • સમારકામમા વિલંબ કરતાં પાઇપ લાઈનમા ભંગાણ સર્જાયું

ડભોઇ નગરપાલિકાની કોલેજ પાસેથી પસાર થતી પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા ભર ઉનાળે રોડ રસ્તા તેમજ કોલેજ મેદાનમા પાણી ફરી વળ્યા હતા. જેને પગલે કોલેજની 80 ફૂટ દીવાલ તેજ પ્રવાહમા ધસી જતા કોલેજ પ્રસાસનને લાખોનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

ડભોઇ નગરપાલિકાની સોસાયટી વિસ્તારમા કોલેજ પાસેની પીવાનું પાણી પહોંચાડવાની પાઇપ લાઈનમા મોટું ભંગાણ સર્જાતા નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં કોલેજ પ્રશાસનને નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. સમગ્ર બનાવમા છેલ્લા ઘણા સમયથી કોલેજ રોડ ઉપર આવેલ પાઇપલાઇન લીકેજ હતી.

જેનું પાલિકા દ્વારા સમારકામમા વિલંબ કરતા પાઇપ લાઈનમા ભારે ભંગાણ સર્જાયું હતું. જેને કારણે કોમર્સ કોલેજની 80 ફૂટ જેટલી દીવાલ પાણીના ધસમતા પ્રવાહમા વહી ગઈ હતી. સાથે કોલેજ મેદાનમા પણ પાણીથી તળાવ ભરાઈ ગયું હતું. હજારો લીટર પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો. પાલિકા પ્રશાસનને જાણ કરતા વાલ્વ બંધ કરવાની ફરજ પડી હતી.

જોકે સમગ્ર ઘટનામા કોલેજ પ્રશાસનને લાખો રૂપિયાનું નુકશાન થવા પામ્યું હતું. હાલ પાલિકા દ્વારા પાઇપ લાઈન રીપેરીંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જેને પગલે સોસાયટી વિસ્તારમા પાણીની કટોકટી સર્જાય તેવી પરિસ્થિતીનું નિર્માણ થયું છે.

અન્ય સમાચારો પણ છે...