ડભોઇ તાલુકાના દક્ષિણ પ્રયાગ તીર્થ ચાંદોદ ખાતે નવીન બનેલ બ્રોડગેજ રેલવે સ્ટેશનથી ચાણોદને જોડતા એપ્રોચ રોડ હવે ટૂંક સમયમાં એક કરોડના ખર્ચે થઈ જશે. ટેન્ડર મંજુર થતા હવે વર્ક ઓર્ડરની રાહ જોવાય છે.
એશિયા ખંડના નેરોગેજના પ્રથમ નંબરના જંકશન સ્ટેશન દર્ભાવતી (ડભોઈ)ને કેન્દ્ર સ્થાને રાખી છોટાઉદેપુર વડોદરા ટીંબા અને દક્ષિણ પ્રયાગ તીર્થ ચાંદોદ લાઇનની કેવડીયા કોલોની સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઇ નેરોગેજમાંથી બ્રોડગેજનું રૂપાંતર કરી મોટો વિકાસ કરાયો છે.
જેમાં ડભોઈથી એકતા નગર સુધી જતી ટ્રેનમાં વચ્ચે આવતા ચાંદોદ રેલવે સ્ટેશનનું જુના સ્ટેશનથી દોઢ કિલોમીટર દૂર નવીનીકરણ કરી બનાવાયું છે. ત્યારે વધુ દોઢ કિલોમીટર દૂર ગયેલા સ્ટેશનને લઈ ચાંદોદ સહિતના મુસાફરને ઘણી તકલીફો વેઠવી પડે એમ હતી.
જેને લઈ વિસ્તારના ધારાસભ્ય શૈલેશ મહેતા પાસે દોઢ કિમીનો માર્ગ બનાવવા આવેલી રજૂઆતોને પગલે ધારાસભ્ય દ્વારા સરકારમાં રજૂઆત કરતા ચાંદોદ ખાતે નવીન બનાવેલ રેલવે સ્ટેશનથી જૂના માંડવા સુધીના દોઢ કિમીને મંજૂરીની મહેર તો વાગી ચૂકી છે. પરંતુ વિશ્વાસ કન્સ્ટ્રકશન નામની એજન્સીએ ટેન્ડર ભરતા તેનું ટેન્ડર પણ રૂપિયા એક કરોડના ખર્ચે બનાવવાની લઈ મંજૂરીની મહોર તંત્ર દ્વારા આપી દેવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.