રજૂઆત:ડભોઇ પાલિકાના સફાઇ કર્મીઓએ વિવિધ માગણીઓ મુદ્દે ધરણાં કર્યા

ડભોઇ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડભોઈ પાલિકાના રોજમદાર સફાઈ કર્મીઓ 3 માસના પગાર, કાયમી નોકરી અને પોતાના અધિકારની માંગ સાથે ધારણા પર બેઠા છે - Divya Bhaskar
ડભોઈ પાલિકાના રોજમદાર સફાઈ કર્મીઓ 3 માસના પગાર, કાયમી નોકરી અને પોતાના અધિકારની માંગ સાથે ધારણા પર બેઠા છે
  • 162 જેટલા કર્મીઓએ પોતાની માંગ સાથે સામૂહિક રેલી યોજી
  • પગાર, ભરતી પ્રક્રિયા વગેરે મુદ્દે પોલીસ સહિત જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું

ડભોઇ નગર પાલિકામાં સફાઇ કર્મીઓ તરીકે નોકરી કરતા વાલ્મિકી સમાજ ના સફાઇ કર્મીઓ ધ્વારા સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત નામના સંગઠણના નેજા હેઠળ ડભોઇ આંબેડકર ચોકથી પાલિકા કચેરી સુધી 162 જેટલા કર્મચારીઓએ પોતાની માંગ સાથે સામુહીક રેલી યોજી હતી.પાલિકા કચેરી ખાતે પહોંચ્યા બાદ રજુઆતોનો મારો ચલાવી પાલિકાના પ્રાંગણમાં ધરણાં યોજયા હતા. એટલું જ નહીં ડભોઇ પોલીસ સહિત જિલ્લા કલેકટર ને પણ આવેદન પાઠવાયું હતું.

ડભોઇ પાલિકામાં સફાઇકર્મી તરીકે કામ કરતા વાલ્મિકી સમાજના રોજીંદા સફાઇ કામદારોને પાલિકા દ્વારા 3 માસથી પગાર ચુકવવામા અખાડા થતા હોય,શાસક પક્ષ દ્વારા કામદાર વિરોધી નીતી અપનાવી, સફાઇ કામદારોની ભરતી પ્રક્રિયા મનસ્વી પણે ચાલુ કરી, 15 થી 20 વર્ષ થી પાલિકામાં સફાઇ કર્મીઓ તરીકે કામ કરતા કર્મીઓએ કોરોના કાળમાં પણ જીવના જોખમે કામગીરી કરી હોવા છતાં ભરતી પ્રક્રિયામાં અન્યાય કરેલ હોવાના આક્ષેપો સાથે આવેદન પાઠવ્યુ હતુ. જેથી ન્યાયના હિતમાં આંદોલન, રેલી અને ધરણાંના કાર્યક્રમ થકી સત્તાધારીઓને જગાડી સફાઇ કર્મીઓએ પોતાની માંગ બુલંદ બનાવી દીધી છે.

ડભોઇ પાલિકાના રોજમદાર સફાઇ કર્મીઓની લડતમાં ગુજરાત વાલ્મીકી સમાજના પ્રમુખ જીતુભાઇ બારૈયા, મુકેશભાઇ સોલંકી, પ્રકાશભાઇ સોલંકી તેમજ સાસુદીયાભાઇ સહીતના હોદ્દેદારો અને અગ્રણીઓ જોડાયા હતા.

હડતાળને પગલે નગરમાં પારાવાર ગંદકી
રાજ્ય ભરમા નિષ્ફળ વહીવટ માટે પ્રચલિત બનેલી ડભોઇ નગર પાલિકાને એક બાદ એક વિવાદ ઘેરી રહ્યા છે. ત્યારે હાલ ડભોઇ નગર પાલિકામા સફાઇકર્મીઓની ભરતી પ્રક્રીયા,પગારના અખાડા અને સાફાઇ કામદારોને તેઓના અધિકારો મળતાં ના હોઇ સફાઇ કર્મીઓ સામૂહિક રીતે હડતાળ પર ઉતરી જતાં નગરમાં કચરો, ગંદકી, ડ્રેનેજના રેલા જોવા મળતાં પારાવાર ગંદકીથી ડભોઇ નગર ખદબદી જવા પામ્યું છે.

અન્ય સમાચારો પણ છે...