વિરોધ:ડભોઇ તાલુકાના સ્વચ્છ ભારત મિશનના કર્મીઓ હડતાળ પર જશે

ડભોઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પગાર સહિતના મુદ્દાઓને લઈને રજા પર ઉતરી જવાનું એલાન કર્યું

સ્વચ્છ ભારત મિશન યોજનાના કર્મચારીઓ પગાર વધારાના મુદ્દાને લઈ રજૂઆતો કરી રહ્યાં છે. ગ્રામ્ય કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ ફિલ્ડ લેવલની કામગીરી સાથે જોડાયેલા ક્લસ્ટર ઓર્ડીનેટરને રજુઆત કરી હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી કામગીરી કરતા આ કર્મચારીઓને 7 હજારથી 13 હજાર જેટલો જ પાગર ચુકવાય છે. જેમાં દર વર્ષે 15 ટકા જેટલો વધારો મળવા પાત્ર છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી પગાર વધારો મળ્યો નથી. અને બીજા અન્ય ખાતાઓના કર્મચારીઓના પગારમાંવધારો કરવામાં આવ્યો છે. જેથી અમારું શોષણ થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. જેને લઈ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી હતી.

છેલ્લા 10 વર્ષથી કામગીરી કરતા કર્મચારીઓને 7 હાજરથી 13 હજાર જેટલો જ પાગર ચુકવાય છે. પરંતુ તેઓને દર વર્ષે 15 ટકા મળવા પાત્ર વધારો જે વર્ષોથી મળ્યો નથી. પગાર સહિતના મુદ્દાઓને લઈને સ્વચ્છ ભારત મિશન યોજનાંના કર્કમીઓએ રજા પર ઉતરી જવાનું એલાન કર્યું છે. ડભોઇ તાલુકા વિકાસ અધિકારીને રજા પર ઊતરી જવાનું એલાન કરતો પત્ર તાલુકા વિકાસ અધિકારીને સુપ્રત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...