ડભોઇ તાલુકાના વડજ ગામે રેલ્વેવાળા ફળીયામા રહેતા તડવી સમાજના દંપત્તિ વચ્ચે આડ સબંધના વહેમને લઈ અવાર નવાર ઝઘડા થતા હતા. બુધવારે બપોરના પણ પરપુરુષ સાથેના સબંધના વહેમને લઈ થયેલા ઝઘડામા પતિએ આવેશમા આવી પત્નિના બન્ને હાથોમા અને માથામા દાતરડાના ઘા કરી રહેશી નાખ્યા બાદ જમીન પર પછાડી દીધી હતી. તેવામા મરનાર મહીલાનો ભાઇ પાણી પીવા આવતા બનેવીને લોહી નિતરતા દાતરડા સાથે ઘરમા ઉભેલો જોતા તેમજ તેની બહેને પોતાના પતિએ જ મારેલ હોવાનુ જણાવતા હુમલાખોર પતિ ભાગી છુટ્યો હતો. અને ગંભીર ઇજાગ્રસ્ત મહીલાનુ મોત નિપજ્યુ હતુ.
ડભોઇ તાલુકાના વડજ ગામના રેલ્વેવાળા ફળીયામા રહેતા જગદીશભાઇ પરસોત્તમભાઇ તડવીનુ લગ્ન તિલકવાડા તાલુકાના લીલગઢ ગામની સુમિત્રાબેન નટુભાઇ તડવી સાથે થયુ હતુ. તેના સુખી પરીવારમાં હાલ 11 વર્ષનો દિકરો સાગર છે. પરંતુ શંકાશીલ સ્વભાવના જગદીશ તડવીને વારંવાર પોતાની પત્નિ સાથે અન્ય પુરુષ સાથે આડાસબંધની શંકાએ ઝઘડા થતા હતા. બુધવારે બપોરના પણ આજ કારણને લઈ ઝઘડો થતા ઉશ્કેરાયેલા જગદીશ તડવીએ પોતાના હાથમા દાતરડુ લઈ પત્નિ સુમિત્રાબેનના બન્ને હાથમા તેમજ માથામાં જીવલેણ ઘા કરી રહેશી નાખી હતી.
એટલુ જ નહીં દાતરડાના ઘા માર્યા બાદ લાત મારે ગંભીર ઇજાગ્રસ્ત પત્નિને જમીન પર પછાડી પટકી નાખી હતી. તેવામાં સુમિત્રાબેનનો ભાઇ ચન્દ્રકાંતભાઇ નટુભાઇ તડવી પશુ ચારવા સિમમા ગયો હતો. જેને તરસ લાગતા પાણી પીવા માટે પોતાની બહેનના ઘેર પહોંચતા ઘરમા લોહીલુહાણ હાલતમાં જમીન પર પડેલી બહેન અને સામે દાતરડુ લઈ ઉભેલ પોતાના બનેવી જગદીશ તડવીને જોતા અવાચક બની ગયો હતો. અને ઇજાગ્રસ્ત બહેનને પુછતા તેને પોતાના પતિએ દાતરડાના ઘા કરી જમીન પર પાડી દીધેલ હોવાનુ જણાવતા બનેવી જગદીશ ઘરની પાછળના ભાગે વાડામા ભાગી છુટ્યો હતો.
જે બાદમા પોતાના કાકાના દિકરા હસમુખભાઇ હીરાભાઇ તડવીને ફોનથી બનાવની જાણ કરાતા તેઓએ આવી ડભોઇ પોલીસને ફરીયાદ આપી હતી. પોલીસે સ્થળ પર જઈ પંચકયાસ સાથે જરૂરી કાર્યવાહી કરી ફરીયાદ લઈ આરોપીને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.