તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:આડા સંબંધની શંકા રાખી પતિએ પત્નીએ માર માર્યો

ડભોઇએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તમાકુવાગામાં પતિ સામે પરિણીતાની ત્રાસની ફરિયાદ

ડભોઇ પોલીસમાંથી મળતી માહીતી મુજબ ફરીયાદી આયેશાબેન રીયાઝભાઇ મનસુરી રહે.તમાકુવાગા, સરકારી સ્કુલ પાળ, ડભોઇની ફરીયાદમાં જણાવ્યા મુજબ તેઓના લગ્ન 2013મા જ્ઞાતિના રીતરીવાજ મુજબ થયા હતા. સુખી સંસારના ફળ સ્વરુપે આઠ વર્ષમા બે બાળકોને જન્મ આપ્યો હતો. જેમા મોટો દિકરો નામે માહીર ઉ.વ. 07, નાનો દિકરો સમીર ઉ.વ. 03નો છે.

કપાસનો વેપાર કરતો પતિ નામે રીયાઝ સૌકતભાઇ મનસુરી ઉ.વ.37 નો પાછલા ત્રણ વર્ષથી યેનકેન પ્રકારે તકલીફ આપી મારઝુડ માનસિક શારીરીક ત્રાસ આપતો હોવા સાથે ગતરોજ સાંજના સાત વાગે પરીણીતા આયેશાબેન સંખેડા કસ્બામા આવેલા પિયરથી પોતાની માતા શકીનાબેન,તેમજ માસી સાયરાબેન અને મો બોલ્યો ભાઇ રમીઝ સફીમહમદ સિન્ધી સાથે ફોન પર વાત કરતી હોય તેવામા પતિ આવતા ગમેતેમ ગાળો બોલી ધોલધપાટ કરી કોઇની પણ સાથે ફોનપર વાત કરવી નહીંનું જણાવી મો બોલ્યા ભાઇ સાથે આડાસબંધ હોવાનુ કહી મારઝુડ કરતા વાત વણસી જતા વિફરેલી પરીણીતા ઉપરોક્ત તમામ બાબતો સાથે ડભોઇ પોલીસને ફરીયાદ આપતા સ્ત્રી અત્યાચારની ફરીયાદ આધારે પોલીસે ગુનો નોધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો