ભ્રષ્ટ તંત્રનો ભોગ મુસાફરો બનશે!:ડભોઇ ST ડેપોમાંથી CCTV કેમેરા ગાયબ થઈ જતાં આશ્ચર્ય; માત્ર રહી ગયા ‘તમે CCTV કેમેરાની નજરમાં છો’ના બોર્ડ

ડભોઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડભોઇ ખાતે 4 વર્ષ પૂર્વે નવીન બનેલા એસટી ડેપોમાં માત્ર ‘તમે સીસીટીવી કેમેરાની કેદમાં છો’ના બોર્ડ લગાયેલા જણાય છે. - Divya Bhaskar
ડભોઇ ખાતે 4 વર્ષ પૂર્વે નવીન બનેલા એસટી ડેપોમાં માત્ર ‘તમે સીસીટીવી કેમેરાની કેદમાં છો’ના બોર્ડ લગાયેલા જણાય છે.
  • ખિસ્સાકાતરુ, ચીલ ઝડપની વારંવાર થતી ઘટનાઓને મળી રહ્યો છે વેગ

ડભોઇ તાલુકામાંથી સંખ્યા બંધ લોકો પ્રવાસ માટે એસ.ટી.ડેપોમાં આવતાં જતાં હોય છે. તેવામાં લોકોના માલ સામાન, ખિસ્સાકાતરૂ કે અન્ય કોઇ અનિચ્છનીય બનાવની સુરક્ષાને લઇ આધુનિક એસ.ટી. ડેપોની ઇમારત તૈયાર થયે 4 વર્ષના વાણા વહી ગયા. લોકાર્પણ પણ થઈ ગયું. માત્ર 6 માસ દેખવા પૂરતા સી.ટી.ટી.વી. કેમેરા લગાવ્યા. ત્યારબાદ તે ક્યાં ખોવાઈ ગયા. આજે માત્ર રહી ગયા છે “તમે સી.સી.ટી.વી. કેમેરાની નજરમાં છો’ના બોર્ડ.

ડભોઇ તાલુકામાંથી 118 ગામના મુસાફરો ડભોઇ અત્યાધુનિક બનેલા એસ.ટી. ડેપોને મુસાફરી માટે ઉપયોગ કરતાં હોય છે. તેવામાં ડભોઇ તાલુકાના આ એસ.ટી. ડેપોમાં લોકોના સામાનની સુરક્ષા સમયાંતરે ખિસ્સા કતરુંઓ તો અન્ય અસામાજિક તત્વો દ્વારા વારંવાર થતાં તોફાનોનો, ચીલઝડપ જેવી ઘટનાઓના ત્રાસને લઈ મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે. ડભોઇ એસ.ટી. ડેપોમાં મુસાફરી દરમ્યાન અનેક વખત આવી ઘટનાઓ વારંવાર ઉભી થતી જોવા મળે છે. તેવામાં એસ.ટી. ડેપોના સીસીટીવી કેમેરા ક્યા ખોવાઈ ગયા.

ડેપોમાં મોટા અક્ષરોથી બોર્ડ લગાવાયા છે કે સી.સી.ટી.વી. કેમેરાની નજરમાં છો. પણ કેમેરા જ કોઈની નજરમાં આવતા નથી. નવીન એસ.ટી. ડેપો બને આશરે 4 વર્ષ થઈ ગયા. પણ હજી સુધી કેમેરા કેમ લાગ્યા નથી અને લાગ્યા હતા તો કેમેરા છે ક્યાં? તે મોટો સવાલ છે. એસ.ટી. ડેપોના ભ્રષ્ટ તંત્રનો ભોગ મુસાફરોને બનવું પડી રહ્યું છે. તેવામાં લોકોના માલ-સામાનની સુરક્ષાને લઈ મોટા સવાલો ઊભા થયા છે. એસ.ટી. ડેપોમાં સી.સી.ટી.વી. કેમેરા ક્યારે લાગશે? તેવા પ્રશ્નો મુસાફરો પૂછી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...