ભાસ્કર વિશેષ:ગંદકીથી ખદબદતી ડભોઇની સુંદરકુવા પ્રાથમિક શાળા

ડભોઇએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાળામાં 600થી વધુ બાળકો ધોરણ-1થી 4માં અભ્યાસ કરી રહ્યા છે
  • વિસ્તારનો તમામ કચરો શાળાના પ્રાંગણમાં જ ઠલવાતો હોવાથી બાળકોના આરોગ્ય સામે જોખમ

ડભોઇની સુંદરકુવા પ્રાથમિક મિશ્ર શાળામાં 600થી વધુ બાળકો ધોરણ-01થી 04મા અભ્યાસ કરી રહ્યા છે. જિલ્લા પંચાયત હસ્તકની સરકારી શાળા હોવાથી પ્રાંગણમાં 15 વર્ષ અગાઉ ફાઈબર ઓરડા બનાવાયા હતા. જ્યારે બાજુમાં આવેલ શાળાનું નવીન બિલ્ડીંગ જિલ્લા પંચાયતે ડભોઇ પાલિકાને સુપ્રત કર્યા બાદથી કચરા અને ગંદકીના ઢગલા ખડકાઇ જવા સાથે પારાવાર ગંદકીથી માથાફાટ દુર્ગંધનું વાતાવરણ રહેતુ હોય છે. પાલિકા દ્વારા શાળા પાસેથી સફાઇ કરાવાતી ન હોય શાળામાં અભ્યાસ કરતા ગરીબ પરીવારના ભૂલકાઓના સ્વાસ્થ્ય સામે જોખમ ઉભુ થવા પામ્યું છે.

ડભોઇના સુંદરકુવા વિસ્તારમાં આવેલી સુંદરકુવા પ્રાથમિક શાળા 1969માં બનાવાઇ હતી. ત્યારથી તેનો વહીવટ વડોદરા જિલ્લા પંચાયત હસ્તક ચાલી રહ્યો છે. શાળામાં બાળકોની સંખ્યા વધુ હોવાથી જે તે સમયના દીર્ધદ્રષ્ટાઓ દ્વારા શાળાની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામા શાળાના ઓરડા વધારવા માટે નવીન બિલ્ડીંગ બનાવાયું હતું. જે નવીન બિલ્ડીંગના પ્રાંગણમાં બાળકોને રમવા માટેનું મેદાન પણ રાખવામાં આવ્યું છે. પરંતુ જિલ્લા પંચાયતે નવીન બિલ્ડીંગ ડભોઇ પાલિકાને વર્ષો પૂર્વે સુપ્રત કર્યા બાદથી ખંડેર બની જવા પામ્યું છે.

બાળકોને રમત ગમત માટે મેદાન પણ ન રહેતા વિસ્તારનો તમામ કચરો પણ શાળાના પ્રાંગણમાં જ ઠલવાતો હોય છે. જેથી ફાઇબરના ઓરડાની બારી ખોલતા જ બાળકો ને ગંદકીની દુર્ગંધના શ્વાસ લેવા મજબૂર થવુ પડે છે. સરકારી શાળાના ગરીબ બાળકોના આરોગ્ય સામે ડભોઇ નગર પાલિકાના અનગઢ વહીવટને કારણે મોટુ જોખમ ઉભુ થતા વાલીઓમાં બાળકોના સ્વાસ્થય ને લઈ ચિંતા વ્યાપી જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...