મોટી દુર્ઘટના થતાં ટળી:સુંદરકુવા શાળાના ઓરડાની છત ધરાશાયી : 15 બાળકોનો બચાવ

ડભોઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારની સ્કૂલ ઓફ એક્સલન્સ યોજના સ્કૂલ ઓફ એક્સિડન્ટમાં ફેરવાઇ
  • શાળામાં રિસેસનો સમય હોવાના કારણે મોટી દુર્ઘટના થતાં ટળી ગઇ

ડભોઈના મહુડી ભાગોળ વિસ્તારમાં આવેલ સુંદરકુવા પ્રાથમિક શાળામાં રિશેષ દરમ્યાન એકા એક ફાઇબર ઓરડાની છત ધરાશાયી થતા ભારે નાસભાગના દૃશ્યો સર્જાયા હતા. જોકે સદનસીબે કોઈ જાનહાની થઇ નથી. રિશેષનો સમય હોવાથી શાળાના બાળકો બહાર કમ્પાઉન્ડ માં હતા. જેને કારણે 15 ઉપરાંત બાળકોનો આબાદ બચાવ થયો છે. પણ આવા ઓરડા સરકારના સ્કૂલ ઓફ એક્સલન્સ યોજનાને પોકળ પુરવાર કરી રહ્યા છે.

સરકાર દ્વારા સ્કૂલ ઓફ એક્સલન્સ યોજનાં અંતર્ગત શાળાઓને નવીન રૂપ આપવાના દાવા પોકળ પુરવાર કરતો કિસ્સો સામે આવ્યો છેય સરકારની સ્કૂલ ઓફ એક્સલન્સ યોજનાને સ્કૂલ ઓફ એક્સિડન્ટમાં ફેરવાઈ ગયેલી જોવા મળે છે. ડભોઈના મહુડી ભાગોળ વિસ્તારમાં વર્ષ 1979માં બનેલ સુંદરકુવા પ્રાથમિક શાળા જેના ફાઇબર ઓરડા વર્ષ 2002માં બનાવામાં આવ્યા હતા. હાલમાં બનેલ ઘટનામાં આ ઓરડાની છત રિશેષ દરમ્યાન એકા એક ધરાસાઈ થતા ભારે નાશ ભાગ મચી જવા પામી હતી. 30 ઉપરાંત બાળકો આ ઓરડામાં અભ્યાસ કરે છે.

15 જેટલા બાળકો હાજર હતા. જે રિશેષને કારણે કેમ્પસમાં રમતા હોઈ જેને લઈ છત ધરાસાઈ થતા મોટી દુર્ઘટના ટળી હતી. જો કોઈ બાળક શાળાના ઓરડામાં હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ હોત. જોકે શાળાના શિક્ષક આ ઓરડામાં બેઠા હતા. જેમને નાની મોટી ઇજાઓ થવા પામી છે. પરંતુ વાલીઓમા આવી જર્જરિત શાળાને લઈ ભય જોવા મળ્યો છે. શિક્ષકના જણાવ્યા અનુસાર અનેકો વખત આ અંગે રજૂઆત શિક્ષણ વિભાગને કરવામાં આવી હતી. પરંતુ શિક્ષણ વિભાગ નિંદ્રાધીન છે. જ્યારે વાલીઓનું કહેવું છે કે ડભોઇમા આ રીતે સંખ્યા બંધ શાળાઓ જર્જરિત હાલતમાં છે. બાળકોના જીવને જોખમ રહેલું છે.

સરકાર નવીન ઓરડા શાળાઓમાં બનાવી આપે તેવી માંગ ઉઠી રહી છે. ત્યારે બીજી બાજુ વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિન વકીલને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે સમિતિ દ્વારા 2015માં ફાઈબરના આ ઓરડાઓ એસએમસી અને આચાર્યની કમિટીએ મળી દૂર કરવા ઠરાવ કરી નાશ કરવાના આદેશ કર્યા હતા. જે હજુ સુધી થયા નથીનું જણાવી હાથતાળી દઈ દીધી હતી.

ઓરડા નાશ કર્યા બાદ વિદ્યાર્થીઓને બેસાડવા ક્યાં?
ઠરાવ કરી આદેશ તો આપ્યા છે. પરંતુ ડિમોલેશનની ફાઈલ ઝડપથી ન ચાલતી હોવાથી આવા ઓરડાનો નાશ કરવો મુશ્કેલ પડી રહ્યો છે. ઓરડા નાશ કર્યા બાદ વિદ્યાર્થીઓને બેસાડવા ક્યાં? એ પણ એક પ્રશ્ન છે. તો ડિમોલિસન સાથે વૈકલ્પિક વ્યવસ્થા પણ ત્વરીત થવી જરૂરી છે.> જૈમિન પટેલ, મહામંત્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ

બેઠક વ્યવસ્થા ન હોય તો જાણ કરો
ફાઈબરના ઓરડાઓ નાશ કરવાનું 2015માં ઠરાવ કરી જે તે શાળાઓને જણાવી દીધું હતું. હવે સૂચના આપીશું કે બેઠક વ્યવસ્થા ન હોય તો જાણ કરો. અમે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપીશું.
> અશ્વિન પટેલ (વકીલ), જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન

અન્ય સમાચારો પણ છે...