ડભોઇ સહિત સમગ્ર રાજ્યમાં ચૂંટણીને લઈ આદર્શ આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે. ત્યારે પોલીસ દ્વારા ચૂંટણીમાં રૂપિયાની લેવડ દેવલ ઉપર ખાસ નજર રાખવામાં આવી રહી છે. ત્યારે નગર તાલુકાના મુખ્ય માર્ગો ઉપર કડક વાહન ચેકિંગ કરી રહી છે. સાથે સાથે દારૂની રેલમ છેલ પણ અટકાવવા પોલીસ કાર્યવાહી કરી રહી છે. સમગ્ર રાજ્યમાં હાલ ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે. ચૂંટણી જાહેર થતાની સાથે જ આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે. ત્યારે ચૂંટણીમાં રૂપિયાની વહેંચણી અને ફંડ ચોરી છુપે આવતો અટકવા પોલીસ હાલ સતર્ક બની કડક વાહન ચેકિંગના કામે લાગી છે.
ત્યારે ડભોઇ ડી.વાય.એસ.પી. એ.એમ.પટેલ, પી.આઈ. એસ.જે.વાઘેલા, સહિત પી.એસ.આઈ. એ.એમ.કામળિયા, પી.એસ.આઈ.આર.આર. મિશ્રા, સહિત નાઓ ડભોઇ નગર અને તાલુકાના મુખ્ય માર્ગો ઉપર પોલીસ જવાનોની ટીમને સાથે રાખી વાહન ચેકિંગની કામગીરીને સજાગ બનાવી છે. સાથે સાથે ચૂંટણી સમયે દારૂની રેલમ છેલ પણ અટકવા પોલીસ પ્રયાસ કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.