તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશેષ કાળજી:બર્ડફ્લૂના કહેર વચ્ચે રખાતી પક્ષીઓની વિશેષ કાળજી

ડભોઇએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વન વિભાગ દ્વારા સતત મોનિટરિંગ કરી દેખરેખ રખાય છે

રાજ્યમાં બર્ડ ફ્લૂના કહેરમાં કેટલીક જગ્યાએ અસંખ્ય પક્ષીઓના ટપોટપ મોત થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા હોય ત્યારે હજારોની સંખ્યામા ડભોઇ નજીક વઢવાણા સિંચાઇ તળાવમાં દેશ-વિદેશના પક્ષીઓ વસવાટ કરતા હોય છે. ત્યારે વન વિભાગ દ્વારા સતત મોનિટરિંગ કરી દેખરેખ રખાઇ રહી છે. વઢવાણા વેટલેન્ડ ખાતે અત્યાર સુધીમાં પક્ષીઓના મરણની કોઇ અસામાન્ય ઘટના નોંધાઇ ન હોવાથી વન વિભાગને હાશકારો થવા પામ્યો છે. તેમ છતાં પક્ષીઓ પર સતત વોચ અને ચાંપતી નજર રખાઈ રહી છે.

પક્ષીઓમાં રોગ ફેલાતો હોય જેને બર્ડ ફ્લૂના નામે ઓળખવામાં આવે છે. જે એકજાતનો જીવલેણ વાઇરસ હોય પક્ષીઓ ટપોટપ મોતને ભેટતા હોવાથી એકસાથે અસંખ્ય પક્ષીઓ મોતને શરણ થઈ જતા હોય છે. ત્યારે વઢવાણા વેટલેન્ડ ખાતે દેશ-વિદેશના હજારો પક્ષીઓ વસવાટ કરતા હોવાથી તેમજ પક્ષીતીર્થ તરીકે ખ્યાતી પામેલા વઢવાણા તળાવને રામશેન સાઇડમાં મુકવાની ગણતરી ચાલતી હોય ત્યારે બર્ડ ફ્લૂ સામે વનવિભાગના નાયબ વનરક્ષક વાઘેલાની સૂચના,

અને માર્ગદર્શન હેઠળ વનવિભાગના શિવરાજપુર રેન્જના આરએફઓ. એફ.એસ.ખત્રી, જાંબુઘોડા આરએફઓ ચૌહાણ તેમજ કંજેઠા આરએફઓ વસાવા સહિત વઢવાણા આરએફઓ તેમજ બીટગાર્ડ અને વનકર્મીઓએ સતત મોનિટરીંગ કરી પક્ષીઓ પર વઢવાણા તળાવ ખાતે દેખરેખ અને ચાંપતી નજર રાખી છે.

જ્યારે નાયબ પશુપાલન નિયામક ડૉ.પ્રકાશ દરજી સહિતની ટીમે વઢવાણા વેટલેંડ ખાતે વિઝિટ કરી પક્ષીઓના મરણ થયા છે કે કેમ તેની જીણવટપૂર્વક તપાસ કરવા સાથે સમગ્ર વિસ્તારનો સર્વે પણ કરાયો હતો. ત્યારે બર્ડ ફ્લૂની કોઇ અસર કે ચિન્હો વઢવાણા વેટલેંડ ખાતે જણાયા ન હોય તંત્રએ હાંશકારો લીધો હતો.

વેટલેન્ડમાં બર્ડ ફ્લૂથી પક્ષીઓના મૃત્યુની કોઈ ઘટના બની નથી
ડભોઇ વઢવાણા વેટલેન્ડ ખાતે બર્ડ ફ્લૂની સામે તકેદારીના ભાગરૂપે ઉપલા અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન મુજબ પક્ષીઓનું સતત મોનિટરિંગ કરી સાથે ચાંપતી નજર રાખી વનવિભાગ દ્વારા કામગીરી થઈ રહી છે. જેમાં અત્યાર સુધી બર્ડ ફ્લૂના લક્ષણો સાથે પક્ષીઓના મરણની કોઇ અસામાન્ય ઘટના બની નથી. બર્ડ ફ્લૂને લઈ વઢવાણા વેટલેન્ડની ઉચ્ચ અધિકારીઓએ પણ મુલાકાત લઈ જરૂરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. - એફ.એસ.ખત્રી, આર.એફ.ઓ., શિવરાજપુર રેન્જ, વનવિભાગ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો